જીપ કમ્પાસ કારમાં દારૂની હેરાફેરી કરતા દારૂના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી, પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી

0
IMG-20260214-WA0013
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગઇ તા.૧૩/૦૨/૨૦૨૬ ના રોજ શ્રી, ડી.એસ. ગોહિલ, પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી. જી.તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર, પેરોલ ફર્લો સ્કોર્ડ, તાપી તથા સ્ટાફના પોલીસ માણસોએ પોતાના અંગત બાતમીદારો રોકેલ હતા. અને ખાનગી વાહનમાં સોનગઢ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન આજરોજ સાથે સોનગઢ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના એ.એસ.આઇ. જગદીશ જોરારામ તથા અ.હે.કો. વિનોદભાઇ પ્રતાપભાઇને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળેલ કે, “ સોનગઢ તાલુકામાં અગાઉ પ્રોહી ગુનામાં સંડોવાયેલ બુટલગરો જેમાં જયેશ શંકર રાઠોડ રહે.સોનગઢ હાથી ફળીયુ વેશાલી ગેસ્ટ હાઉસની પાછળ તા.સોનગઢ આજરોજ સેલવાસ થી મહારાષ્ટ્ર રાજ્યના નાસીક થી પીપલનેર થઇ તાપી જીલ્લાના ઓટા ગામથી સોનગઢ તરફ એક સફેદ કલરની જીપ કમ્પાસ કાર જેનો રજીસ્ટ્રેશન નંબર-MH-15-JX-0369 નીમાં ઇગ્લીશ દારૂનો જથ્થો ભરી આવનાર છે ” જે બાતમી આધારે સોનગઢ તાલુકાના ઓટા ગામે પીપલનેર થી ઓટા ગામ તરફ આવતા રોડ ઉપર નાકાબંધીમાં હતા. દરમ્યાન એક સફેદ કલરની સ્વીફ્ટ કાર GJ-26-7005 જેની સીરીઝ વંચાયેલ નહી તે કાર નાકાબંધી પાસેથી પસાર થતા તેના પાછળ થોડે દુર આ કામે બાતમી હકીકતવાળી જીપ કમ્પાસ કાર અને તેના પાછળ એક કાળા કલરની વરના કાર આવતી હોય જે રોકાય ગયેલ અને બન્ને કાર રોડ ઉપરથી પાછી વાળવા જતા તેનો પીછો કરતા કાળા કલરની વરના કાર ભાગી ગયેલ અને સફેદ કલરની જીપ કમ્પાસ કાર રોડ ઉપરથી પાછી વળે ત્યાં સુધી નજીક પહોચી જતા તેમાંથી બે ઇસમો ઉતરીને નાશવા લાગેલ જે પૈકી એક ઇસમ પકડાય ગયેલ તેને સાથે રાખી કારમાં તપાસ કરતા ડીકીના ભાગે તથા વચ્ચેની સીટ કાઢી નાખી તેના ભાગે તેમજ આગળની સીટના નીચેના ભાગે ઇંગ્લીશ દારૂના બોક્ષ તેમજ છુટી ઇગ્લીશ દારૂ ભરેલ હોય આરોપી- અનિલ રતિલાલ ગામીત ઉ.વ.૩૪ રહે.ગામ-રાણીઆંબા, ટાંકી ફળીયુ તા.સોનગઢ જી.તાપી તથા નહી પકડાયેલ આરોપીએ પોતાના કબજાની જીપ કમ્પાસ કાર જેનો રજીસ્ટ્રેશન નંબર MH-15-JX-0369 ની કિ.રૂ.૫,૦૦,૦૦૦/- નીમાં વગર પાસ પરમીટે ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂ વ્હિસ્કીની નાની મોટી બાટલી/ટીનનંગ-૧૬૪૨ કુલ કિંમત રૂ.૨.૫૩,૮૬૦/- નો પ્રોહી. મુદ્દામાલ તથા મોબાઇલ ફોન નંગ-૪ કિ.રૂ.૩૦,૦૦૦/- તથા બે નંગ અલગ અલગ ફોર્મેટ વાળી GJ-18-BH-7380 વાળી નંબર પ્લેટ કુલ્લે કિ.રૂ.૭,૮૩,૮૬૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી સારૂ ઉચ્છલ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

પકડાયેલ આરોપી-

(૧) અનિલ રતિલાલ ગામીત ઉ.વ.૩૪ રહે.ગામ-રાણીઆંબા, ટાંકી ફળીયુ તા.સોનગઢ જી.તાપી

કબજે કરેલ મુદ્દામાલ-

(૧) ઇંગ્લીશ દારૂ વ્હિસ્કીની નાની મોટી બાટલી/ટીનનંગ-૧૬૪૨ કુલ કિંમત રૂ. ૨,૫૩,૮૬૦/-

(૨) મોબાઇલ ફોન નંગ-૪ કિ.રૂ.૩૦,૦૦૦/-

(૩) જીપ કમ્પાસ કાર કિં.રૂ. ૫,૦૦,૦૦૦/- કુલ્લે રૂ! ૧૧,૩૭,૪૯૬/- નો મુદ્દામાલ

કામગીરી કરનાર ટીમ :-

પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર, પેરોલ ફર્લો સ્કોર્ડ, તાપી તથા એ.એસ.આઇ. જગદીશ જોરારામ,  એ.એસ.આઇ. બીપીનભાઈ રમેશભાઇ તથા હે.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ તથા પો.કો. રોનક સ્ટીવન્સનએ કામગીરી કરેલ છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other