કુકરમુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોલાર પેનેલ સાથે કનેક્ટ કરેલ હાર્ડનેસ કેબલ વાયરની ચોરીના ગુનાના આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગઇ તા.૧૩/૦૨/૨૦૨૬ ના રોજ શ્રી ડી.એસ. ગોહિલ, પોલીસ ઈન્સ્પેકટર એલ.સી.બી. તાપી તથા પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર, પેરોલ ફર્લો સ્કોર્ડ, તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ પો.સ.ઇ.શ્રી એન.એસ. વસાવા, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડ, જી.તાપીના અધિકારી/કર્મચારીઓ પોતાના બાતમીદારો રોકી તપાસ તજવીજમા હતા અને ગઇ દરમ્યાન તા.૦૩/૦૨/૨૦૨૬ ના રોજ કુકરમુંડા પો.સ્ટે.મા સોલાર પેનેલ સાથે કનેક્ટ કરેલ હાર્ડનેસ કેબલ વાયરની ચોરીનો ગુનો રજીસ્ટર થયેલ હોય, અને આ ગુનાના કામે કોઇ અજાણ્યા ચોર ઇસમોએ સતોલા ગામે આવેલ શ્રી ગણેશ કોર્પોરેશન નવસારી સોલાર પ્લાન્ટમાં મુકવામા આવેલ બે ઇન્વેટર સાથે ફીટ લાલ તથા કાળા કલરના કેબલ વાયર આશરે ૩૩૭૯ મીટરની આશરે કિ.રૂ.૨,૩૬,૫૩૦/- તથા સોલાર પેનેલ સાથે કનેક્ટ કરેલ હાર્ડનેસ કેબલ વાયર નંગ ૫૦ મળી કુલ્લે કિ.રૂ. ૩,૦૫,૦૦૦/- ને સોલાર પેનલ સાથે કનેક્ટ કરેલ તેને તોડી નુકસાન કરેલ હોય તેની તપાસ તજવીજ ચાલુ હતી. દરમ્યાન સાથેના એ.એસ.આઇ. જયેશભાઇ લીલકીયાભાઇ તથા પો.કો.રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇને ટેકનીકલ તથા હ્યુમનસોર્સ આધારે બાતમી હકીકત મળી આવેલ કે, આ ગુનાના કામે ગુનામા સંડોવાયેલ બે શકમદ ઇસમો વેલ્દા ટાંકી પાસે ઉભેલ છે. તેવી હકીકત જણાતા બાતમી વાળી જગ્યાએ આવતા બન્ને ઇસમો મળી આવતા તેની ગુનાના કામે પ્રાથમિક પુછપરછ કરતા તેણે ગુનાની કબુલાત કરેલ હોય આરોપી- (૧) સાહેબરાવ દયારામ મારનર ઉ.વ.૨૫ રહે.આંબાપુર, પોસ્ટ સાકી તા.સાકી જી.ધુલીયા(મહા.) (૨) મોતીરામ ઉર્ફે કાલુ ચિંધા ભાઇ બાચકર ઉ.વ.૩૨ રહે. લખમાપુર ગામ, તા.સાકી જી.ધુલીયા (મહા.)ને પકડી પાડી પકડાયેલ બન્ને ઇસમોની પુછપરછ કરતા મોતીરામએ બીજા ત્રણ માણસોને ફોન કરી બોલાવતા તેઓ રાત્રીના સમયે એક ફોરવ્હીલ ગાડી લઇને આવેલ અને પાંચેય જણાએ ભેગા મળી સતોલા ગામે આવેલ શ્રી ગણેશ કોર્પોરેશન નવસારી સોલાર પ્લાન્ટમાંથી કેબલ ચોરી કરવાનો પ્લાન બનાવી પાંચેય ફોરવ્હીલ કાર લઇને ચોરી કરવા ગયેલા અને સોલાર પ્લાન્ટમાં મુકવામા આવેલ બે ઇન્વેટર સાથે ફીટ કરેલ લાલ તથા કાળા કલરના કેબલ વાયર તથા સોલાર પેનેલ સાથે કનેક્ટ કરેલ હાર્ડનેસ કેબલ વાયર ઉપરથી કેબલ કાપીને એક કોથળામાં ભરી ફોરવ્હીલ કારમા મુકી નિકળી ગયેલ અને હું તથા સાહેરાવ બન્ને અમારા પડાવ ઉપર જતા રહેલ અને અમો બન્નેને ૫૦૦૦-૫૦૦૦ હજાર આપેલા અને તેઓ ત્રણે આ વાયર કેબલ લઇ ફોરવ્હીલ કારમાં જતા રહેલ હોય પકડાયેલ આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા ૫,૦૦૦/- અને મોબાઇલ નગ-૨ કિ.રૂ.૧૫,૦૦૦/-મળી કુલ્લે ૨૦,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કરી ઉપરોકત બન્ને આરોપીઓને તા.૧૩/૦૨/૨૦૨૬ ના રોજ હસ્તગત રાખી અન્ય ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ તપાસ નિઝર પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.
પકડાયેલ આરોપી:-
(૧) સાહેબરાવ દયારામ મારનર ઉ.વ.૨૫ રહે.આંબાપુર, પોસ્ટ સાક્રી તા.સાક્રી જી.ધુલીયા(મહા.)
(૨) મોતીરામ ઉર્ફે કાલુ ચિંધા ભાઇ બાચકર ઉ.વ.૩૨ રહે. લખમાપુર ગામ, તા.સાક્રી જી.ધુલીયા (મહા.)
મળી આવેલ મુદ્દામાલ :-
(૧) ઓપ્પો કંપનીનો મોબાઇલ ફોન IMEI નં.1 : 865761070876496 IMEI નં.2 : 865761070876488 કિ.રૂ.૧૦,૦૦૦/-
(૨) વીવો ડમ્પિનો મોલાહલ જોન IMEI નન. 1: 860016077648645 IMEI નંબર 2: 860016077648652 કિંમત રૂ.૫,૦૦૦/-
(૩) રોકડા રૂપીયા ૫,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ. ૨૦,૦૦૦/- નો મુદ્દામાલ
શોધાયેલ ગુનાઓ :-
(૧) કુકરમુંડા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૮૨૪ ૦૧૧૨૬૦૦૩૪/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨), ૩૨૪(૫) મુજબ
ગુનાનો એમ.ઓ :-
રાત્રી દરમ્યાન ફોરવ્હીલ કાર લઇ સોલાર પેનેલ સાથે કનેક્ટ કરેલ હાર્ડનેસ કેબલ વાયરોની ચોરી કરવાનો
કામગીરી કરનાર ટીમ :-
પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ એલ.સી.બી. તાપી તથા પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી એન.એસ. વસાવા, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી તથા એ.એસ.આઇ. જગદીશ જોરારામ, એ.એસ.આઇ. જયેશભાઈ લીલકીયાભાઇ, એ.એસ.આઇ. ધર્મેશભાઇ મગનભાઇ, એ.એસ.આઇ. ગણપતભાઇ રૂપસિંહ, હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ, પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ, પો.કો. મહાવીરસિંહ નિરૂભા, પો.કો. અરૂણભાઇ જામસિંગભાઇ, પો.કો. ધનંજયભાઇ ઇશ્વરભાઇ, હે.કો. તેજશભાઇ તુલસીરાવએ કામગીરી કરેલ છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
