બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા પ્રશસ્ત એપ્લિકેશન અંગેની તાલીમ યોજવામાં આવી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) :   સમગ્ર શિક્ષા આઈ.ઈ.ડી.યુનિટ, સુરત પ્રેરિત દિવ્યાંગ વિદ્યાર્થીઓનાં શિક્ષણને વધુ સુવ્યવસ્થિત અને ટેક્નોલોજીયુક્ત બનાવવાનાં હેતુસર બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા અત્રેનાં બી.આર.સી. ભવન ખાતે પ્રશસ્ત એપ્લિકેશન તાલીમ વર્ગનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમ વર્ગમાં તાલુકાની તમામ સરકારી પ્રાથમિક શાળા, અનુદાનિત આશ્રમશાળા તથા માધ્યમિક શાળાઓનાં આચાર્ય ભાઈ-બહેનો સહર્ષ જોડાયા હતાં. પ્રારંભે સાંધિયેરનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર તેજસ નવસારીવાલાએ તાલીમની રૂપરેખા આપી સૌને તે વિશે માહિતગાર કર્યા હતાં. જ્યારે બ્લોક એમ.આઈ.એસ. સંજય રાવળે સમગ્ર તાલીમનું ટેકનિકલ માર્ગદર્શન આપ્યું હતું. તેમણે શિક્ષકોને એપ્લિકેશનમાં માહિતી કેવી રીતે અપડેટ કરવી અને તેનો વ્યવહારુ ઉપયોગ કેવી રીતે કરવો તેની ઝીણવટભરી સમજ પૂરી પાડી હતી.

બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે એક વાતચીતમાં જણાવ્યું હતું કે તાલીમ વર્ગનો મુખ્ય હેતુ દિવ્યાંગ બાળકોની આંકડાકીય માહિતીનું સંકલન અને તેમની શૈક્ષણિક પ્રગતિનું મોનિટરિંગ સરળ બનાવવાનો છે. આઈ.ઈ.ડી. સ્પેશિયલ એજયુકેટર મિલન પટેલ અને બળવંત પટેલે પ્રશસ્ત એપનાં માધ્યમથી શિક્ષણ વિભાગની આવનારી પારદર્શિતા અને કામગીરીમાં ચોકસાઈ અંગે ઉપયોગી સૂચનો કર્યા હતાં. તાલીમ વર્ગને સફળ બનાવવા વિશિષ્ટ શિક્ષક નીતા પટેલ અને જીજ્ઞા પટેલે જહેમત ઉઠાવી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *