જિલ્લા કક્ષાની વાનગી સ્પર્ધામાં રેશ્મા પટેલ તૃતિય ક્રમે વિજેતા

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તાજેતરમાં ચોર્યાસી તાલુકાનાં કવાસ ગામ ખાતે જિલ્લા કક્ષાની વાનગી સ્પર્ધા યોજવામાં આવી હતી. જ્યાં ૯ તાલુકાનાં ૨૭ જેટલાં મ.ભો.યો. સંચાલકોએ સહર્ષ ભાગ લીધો હતો. સ્પર્ધાનાં અંતે વાનગીઓનાં પોષણ મૂલ્યો, સજાવટ, સ્વાદ વગેરેનાં આધારે પ્રથમ, દ્રિતીય અને તૃતિય ક્રમનાં વિજેતા પ્રમાણપત્રો તથા ઇનામો એનાયત કરવામાં આવ્યા હતાં. જેમાં ઓલપાડ તાલુકાની કરંજ પ્રાથમિક શાળા કેન્દ્ર નં.૯૭ નાં સંચાલક રેશ્મા પટેલે તૃતિય ક્રમ હાંસલ કરતાં તેમને પ્રોત્સાહિત ઈનામ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ તકે તેમને કરંજ પ્રાથમિક શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતાં.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *