ઓલપાડની કમરોલી પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓ માટે નાસ્તાની લ્હાણી
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત, સુરત હસ્તકની ઓલપાડ તાલુકાની કમરોલી પ્રાથમિક શાળાનાં પૂર્વ મ.ભો.યો. સંચાલક કલ્પેશભાઈએ ગણેશ જયંતિ નિમિત્તે શાળાનાં તમામ વિદ્યાર્થીઓને ભરપેટ સમોસા, ચટણી, મરચાંની મોજ કરાવીને આનંદમય વાતાવરણ સર્જ્યું હતું. આ તકે વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ છવાયો હતો.
ગણેશ જયંતિનાં પાવન અવસરે શાળાની મુલાકાતે પધારેલ કલ્પેશભાઈએ વિદ્યાર્થીઓને તેમનાં ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વચન આપી હાર્દિક શુભેચ્છા પણ પાઠવી હતી. શાળાનાં મુખ્યશિક્ષિકા જ્યોતિબેન પટેલે દાતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
