VNSGU ખાતે વિકસિત ભારત @ 2047 વિષય ઉપર સેમિનાર યોજાયો

Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, નિઝર) : વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ખાતે “Viksit Bharat@2047” વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય સેમિનારનું ભવ્ય આયોજન કરાયું.

સુરત સ્થિત વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના મહાત્મા ગાંધી ગ્રામ અધ્યયન વિભાગ દ્વારા

“Viksit Bharat@2047: Towards an Empowered, Sustainable and Inclusive Bharat” વિષય પર તા.:૧૦ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ એક દિવસીય રાષ્ટ્રીય સેમિનારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર PM–USHA MERU Soft Component દ્વારા પ્રાયોજિત હતો.આ સેમિનારના ચીફ પેટ્રન તરીકે માનનીય કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડા (VNSGU) તથા કો-પેટ્રન તરીકે ડૉ. રમેશદાન ગઢવી (રજિસ્ટ્રાર, VNSGU) ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર સેમિનારનું આયોજન વિભાગના અધ્યક્ષ અને સેમિનાર કન્વીનર ડૉ.દીપક ભોયે તથા સેમિનાર કો-ઓર્ડિનેટર ડૉ. શ્રીધર નિમાવત દ્વારા કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત યુનિવર્સિટી ગીતથી કરવામાં આવી, ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. ઉપસ્થિત મહેમાનોનું યુનિવર્સિટી ખેસ, કવિ નર્મદની મૂર્તિ તથા ભગવદ ગીતા અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું.ત્યારબાદ વિભાગના અધ્યક્ષ ડૉ.દીપક ભોયે દ્વારા સેમિનારના વિષય, ઉદ્દેશ્યો અને મહત્વ અંગે પ્રસ્તાવના રજૂ કરવામાં આવી.

માનનીય કુલપતિ ડૉ.કિશોરસિંહ ચાવડાએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં વિદ્યાર્થીઓને ઉન્નત અને વિકસિત ભારતના નિર્માણમાં પોતાની સક્રિય અને જવાબદાર ભૂમિકા નિભાવવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો તથા રાષ્ટ્ર નિર્માણમાં યુવા પેઢીની મહત્વપૂર્ણ જવાબદારી અંગે માર્ગદર્શન આપ્યું. ત્યારબાદ રાષ્ટ્રગાન સાથે ઉદ્ઘાટન સત્ર પૂર્ણ થયું.

કી-નોટ સ્પીકર તરીકે પ્રો. રમેશ મકવાણાએ ‘ઉન્નત ભારત’ અભિયાનની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ,તેના ઉદ્દેશ્યો તથા ગ્રામ વિકાસમાં વિવિધ ક્ષેત્રોને કેવી રીતે સમાવિષ્ટ કરી શકાય તે અંગે વિસ્તૃત માહિતી આપી.ત્યારબાદ વિભાગના ભૂતપૂર્વ વિભાગ વડા પ્રોફ. ડૉ. વિપુલ જે. સોમાણીએ Climate Change and Resilience વિષય પર વિચારપ્રેરક વ્યાખ્યાન આપ્યું. તેમણે આબોહવા પરિવર્તન સંદર્ભે વૈશ્વિક જવાબદારીઓ, વિકસિત દેશોની ભૂમિકા, તેમજ ભારતની પરંપરાગત જ્ઞાન પ્રણાલી અને જીવનશૈલીના મહત્વ પર વિશેષ પ્રકાશ પાડ્યો.

બપોરના સત્રમાં ડૉ. અક્ષયા આપ્ટે માનેરિકર (Vice President, YOJAK Centre for Research and Strategic Planning for Sustainable Development) દ્વારા વિકાસના ઇતિહાસથી લઈને ભવિષ્યના દ્રષ્ટિકોણ સુધીનું વિશ્લેષણાત્મક પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું. આ સાથે પ્રો. ડૉ. વિપુલ જે. સોમાણી, શ્રીમતી જુઈ પેથે અને ડૉ. જયંત ચૌધરી જેવા પ્રખ્યાત વિદ્વાનોએ પણ મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું.

આ રાષ્ટ્રીય સેમિનારમાં અંદાજે ૨૫૦ જેટલા પ્રતિભાગીઓએ ભાગ લીધો હતો, જેમાં યુનિવર્સિટી તેમજ શહેર બહારથી આવેલા Ph.D. રિસર્ચ સ્કોલર્સ, ફેકલ્ટી સભ્યો તેમજ PG અને UG વિદ્યાર્થીઓનો સમાવેશ થયો હતો. જેમાંથી ૬૬ પ્રતિભાગીઓએ સંશોધન પેપરો રજૂ કર્યા, જે સેમિનારની શૈક્ષણિક અને સંશોધનાત્મક ગુણવત્તાને પ્રતિબિંબિત કરે છે.

સમગ્ર સેમિનાર દ્વારા રાષ્ટ્ર નિર્માણ, ગ્રામ વિકાસ, ટકાઉ વિકાસ અને સામાજિક સમાવેશ અંગે નવી દિશા અને દ્રષ્ટિકોણ વિકસિત થયો હોવાનું આયોજકોએ જણાવ્યું.

આ સેમિનારને સફળ બનાવવા માટે વિભાગના તમામ અધ્યાપકશ્રીઓ ડૉ. શીતલ માલી, ડૉ. સુમિર ગામીત, ડૉ. રીનલ વાડીયા, ડૉ. અંકુર શ્રી મહેશ વસાવા, શ્રી મિતેશ પાડવી તેમજ વહિવટી સ્ટાફ અને સેવકોની મહત્વપૂર્ણ ભૂમિકા રહી. કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ. નિકીતા દેસાઈ અને ડૉ.દિપેશ દ્વારા કરવામાં આવ્યું.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *