સી.ઓ.ઈ. કામધેનું યુનિવર્સિટી, ઉકાઈ કેન્દ્ર દ્વારા ગતાડી ગ્રામજનો માટે મત્સ્યપાલન વિષય ઉપર માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

0
IMG-20260108-WA0004
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૭ જાન્યુઆરી, 2026 રોજ સેન્ટર ઑફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનું યુનિવર્સિટી, ઉકાઈ કેન્દ્ર દ્વારા ગતાડી ગામના લોકો માટે “મત્સ્યપાલન – એક પરિચય” વિષય પર માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગામના લગભગ 30 જેટલા ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. મત્સ્યપાલનના વિવિધ આયામો અંગે સેન્ટરના હેડ ડૉ. સ્મિત આર. લેન્ડે સાહેબે વિસ્તૃત માહિતી આપી. તેમજ વરિષ્ઠ સંશોધન સહાયક તરીકે ફરજ બજાવતા શ્રી કિશન સાકરિયા દ્વારા મત્સ્ય પાલન અંગે માહિતી આપવામાં આવી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મત્સ્યખેડૂતો દ્વારા મળેલી માહિતી તથા માર્ગદર્શન અંગે સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other