સી.ઓ.ઈ. કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ ખાતે અનુસૂચિત જનજાતિનાં ખેડૂતો માટે ત્રણ દિવસીય તાલીમ યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ ખાતે જળચર ઉછેરમાં સારા સંચાલન પ્રથાઓ અને વૈવિધ્યકરણ” વિષય પર અનુસૂચિત જનજાતિ (ST) ખેડૂતો માટે (૦૫ થી ૦૭ જાન્યુઆરી, ૨૦૨૬) ત્રણ દિવસીય તાલીમનું આયોજન
MPEDA, NaCSA, નવસારી, ગુજરાત અને સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ ના સયુક્ત ઉપક્રમે “જળચર ઉછેરમાં સારા સંચાલન પ્રથાઓ અને વૈવિધ્યકરણ” વિષય પર અનુસૂચિત જનજાતિ (ST) ખેડૂતો માટે (૦૫ થી ૦૭ જાન્યુઆરી, ૨૦૨૬) ત્રણ દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું. સદર કાર્યક્રમમાં ૬ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ ટકાઉ જળચર ઉછેર કરવા માટે ડો. રાજેશ વસાવા, સિનિયર રિસર્ચ ફેલો, દ્વારા “પાંજરા પધ્ધતિથી મત્સ્ય ઉછેર અને વૈવિધ્યકરણ માછલીની પ્રગતિઓનો પરિચય” અને શ્રી આશિષ હોદ્દાર, ફિલ્ડ મેનેજર, NaCSA દ્વારા “બેટર મેનેજમેન્ટ પ્રેકટાઈસીસ દ્વારા મત્સ્ય ઉછેર” તેમજ શ્રી સાગર ઢીંમર, જુનિયર રિસર્ચ ફેલો દ્વારા “માછલીમાં થતાં રોગો અને તેનું નિવારણ” વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું. સદર કાર્યક્રમમાં કુલ ૨૦ જેટલા ઉકાઈ ડેમ સાથે સંકળાયેલ માછીમારોએ ભાગ લીધેલ છે. આ તાલીમ આયોજન કરવાનો મુખ્ય ઉદેશ ગુજરાત અને ભારત દેશમાં મત્સ્ય ઉત્પાદનમાં વધારો થઈ શકશે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
