ઓલપાડની મહાદેવ શાસ્ત્રી વિદ્યાલય ખાતે નેશનલ મીન્સ એન્ડ મેરીટ કમ સ્કોલરશીપ એકઝામ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : આર્થિક કારણોસર થતાં ડ્રોપઆઉટનો રેશિયો ઘટી રહે અને નબળી આર્થિક સ્થિતિ ધરાવતાં તેજસ્વી વિદ્યાર્થીઓ પોતાનો ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂરો કરી શકે તે માટે ભારત સરકાર દ્વારા પ્રતિવર્ષ નેશનલ મીન્સ એન્ડ મેરીટ કમ સ્કોલરશીપ (NMMS) એકઝામ લેવામાં આવે છે. સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે આ એકઝામ લેવામાં આવતી હોય છે. એક્ઝામ પાસ થનાર વિદ્યાર્થીઓની મેરીટ યાદી જાહેર કરી વાર્ષિક રૂપિયા 12,000 સુધીની સ્કોલરશીપ આપવામાં આવે છે.

મહાદેવ શાસ્ત્રી વિદ્યાલયનાં સિનિયર શિક્ષક પંકજભાઈ પટેલ તરફથી મળેલ માહિતી મુજબ આજરોજ તા. 3/1/2026 ને શનિવારનાં રોજ ઓલપાડ તાલુકાનાં મહાદેવ શાસ્ત્રી વિદ્યાલયનાં સેન્ટર નંબર 1719 પર કુલ 8 બ્લોકમાં નોંધાયેલ 214 જેટલાં વિદ્યાર્થીઓ પૈકી 207 વિદ્યાર્થીઓએ ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં એકઝામ નિયત સમય મુજબ પૂર્ણ કરી હતી. સૌ પરીક્ષાર્થીઓને બીઆરસી કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ તથા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલે શુભેચ્છા પાઠવી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *