પી.પી. સવાણી વિદ્યામંદિર, કાટગઢ ખાતે રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિમાં નવનિર્મિત હોસ્ટેલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન

0
IMG-20260103-WA0007
Contact News Publisher

‘વ્યારા સબસે ન્યારા’ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળતા મંત્રી ડો. જયરામભાઈ ગામીત

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  ૦૩. :- તાપી જિલ્લાના વ્યારામાં તાપી એજ્યુકેશન એકેડમી દ્વારા પી.પી. સવાણી વિદ્યામંદિર, કાટગઢ ખાતે રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિમાં નવનિર્મિત હોસ્ટેલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સાથે શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ ના વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ ‘વ્યારા સબસે ન્યારા’ની પણ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે ડાંગના પ્રયોશા પ્રતિષ્ઠાનના પ.પૂ. પી.પી.સ્વામીજી ઉપસ્થિત રહ્યા હતા.

‘વ્યારા સબસે ન્યારા : સુંદરતા ઔર સંસ્કારો કા ગહના’ થીમ હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં પી.પી. સવાણી વિદ્યામંદિરના બાળ કલાકારોએ પોતાની પ્રતિભા પ્રદર્શિત કરી હતી. જેમાં ‘વ્યારા કા ખૂબસૂરત સફરનામા’ અને ‘ઈતિહાસ ઔર પ્રગતિ કા સંગમ’ દ્વારા વ્યારાની વિકાસગાથા રજૂ કરાઈ હતી. ‘નૃત્ય ધારા – આદિવાસી રંગ’ દ્વારા આદિવાસી સંસ્કૃતિને જીવંત કરવામાં આવી હતી. તથા શ્રીકૃષ્ણ લીલા, હોરર ડાન્સ અને દેશભક્તિના ગીતો પર રજૂ કરાયેલા નૃત્યોએ મંત્રીશ્રી ગામીત, અન્ય મહાનુભાવો સહિત તમામ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

નોંધનીય છે કે, વ્યારા શહેરની સંસ્મરણોને તાજી કરતી તસવીર પ્રદર્શની રહી હતી, જેમાં કંડારાયેલી વ્યારાની જૂની યાદોએ ઉપસ્થિત તમામ મહાનુભાવોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા વ્યારાની ઐતિહાસિક ઇમારતો, વહીવટી સંકુલ અને શહેરની વિકાસગાથાને જીવંત કરતા શાનદાર 3D મોડલ્સ તથા વિવિધ શૈક્ષણિક પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓની આ સર્જનાત્મકતા અને કલા કૌશલ્યને નિહાળીને ઉપસ્થિત મહાનુભાવોએ તેઓને બિરદાવ્યા હતા.

આ કાર્યક્રમમાં જિલ્લાના અગ્રણીશ્રી સુરજભાઈ વસાવા, પીપી સવાણી ગૃપના ડિરેક્ટરશ્રી મિતુલભાઈ સવાણી, ટ્રસ્ટીશ્રી ભરતભાઈ બથવાર, વહીવટી તંત્રના અધિકારીઓ, શાળાના તમામ શિક્ષકો, સ્ટાફ, વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other