ઉચ્છલ તાલુકામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કડક તપાસ હાથ ધરાઈ

Contact News Publisher

ગોળના એકમોનું ચેકિંગ હાથ ધરાતા ખાદ્ય સુરક્ષાના ધોરણો સંતોષકારક

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 03. :- તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કડક તપાસ હાથ ધરાઈ હતી. ફૂડ સેફ્ટી ઓફિસર કુ. એસ.આર. પટેલ અને કુ. વી.કે. હેજમ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરીને નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો મળી રહે તેવા શુભ આશય સાથે ગોળ બનાવવાની પ્રક્રિયામાં ઉપયોગ થતા પદાર્થોનું ઝીણવટપૂર્ણ નીરિક્ષણ કર્યુ હતુ.

જેમાં ફુડ એડિટિવ્સ તરીકે ઉપયોગમાં લેવાતા ફોસ્ફોરીક એસિડ અને ગ્લીસરોલ મોનોસ્ટીએરેટનો જથ્થો મળી આવ્યો હતો. જોકે, આ તમામ પદાર્થો કંપની પેકિંગમાં હતા અને તેના લેબલ પર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટના રેગ્યુલેશન મુજબની હતી. અધિકારીઓ દ્વારા કુલ 7 ગોળના નમુનાઓ લીધા હતા. સમગ્ર તાપી જિલ્લામાં ગોળના કોલાઓ ફુડ લાઈસન્સ ધરાવે છે. ફુડ સેફ્ટી ઓફિસરો દ્વારા તપાસ દરમિયાન કુલ 5 નમુનાઓ લીધા છે. આમ કુલ 12 ગોળના નમુનાઓ લેવાયા હતા.

ટૂંકમાં સ્થળ તપાસ દરમિયાન કોઈ પણ પ્રકારની અખાદ્ય ચીજવસ્તુઓ મળી આવી નહોતી, જે ખાદ્ય સુરક્ષાના ધોરણો પ્રત્યે સંતોષકારક બાબત છે. તેમ ડેઝીગ્નેટેડ ઓફીસરશ્રી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, તાપી દ્વારા પ્રાપ્ત અખબારી યાદીમાં જણાવાયું છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *