રાજ્યનાં કર્મચારીઓનાં રેકોર્ડ બ્રેક રક્તદાન બદલ સંગઠનનાં સૂત્રધારોનું સન્માન 

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) :  તાજેતરમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર, ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા તથા રાજ્ય સરકારનાં માનનીય મંત્રીશ્રીઓનો સન્માન સમારોહનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. નિર્ધારિત કાર્યસૂચિ બાદ રાજ્યનાં કેબિનેટ કક્ષાનાં શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા તથા રાજ્યકક્ષાનાં શિક્ષણમંત્રી રીવાબા જાડેજાનાં વરદ હસ્તે ગુજરાત રાજ્ય સયુંક્ત કર્મચારી મોરચા અને કર્મચારી મહામંડળનાં આગેવાનોનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં જન્મદિન નિમિત્તે ‘નમો કે નામ રક્તદાન’ કાર્યક્રમ હેઠળ કર્મચારીઓ દ્વારા રેકોર્ડ બ્રેક રક્તદાન કરવા બદલ એવોર્ડ એનાયત કરી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ ક્ષણને કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્ય કારોબારી સભ્યો, જિલ્લા સંઘનાં પ્રમુખ-મહામંત્રીઓ, રાજ્યસંઘનાં પ્રતિનિધિઓ તથા મહિલા હોદેદારોએ તાળીઓનાં ગડગડાટથી વધાવી લીધી હતી. એમ જિલ્લા સંઘનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *