સી.ઓ.ઈ. કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ કેન્દ્ર દ્વારા સિંગલખાચ ગામે રાષ્ટ્રીય ખેડૂત દિવસની ઉજવણી કરાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સેન્ટર ઓફ એકસલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ કેન્દ્ર દ્રારા તાપી જિલ્લાના ઉકાઈ તાલુકાના સિંગલખાચ ગામે રાષ્ટ્રીય ખેડૂત દિવસની ઉજવણી તારીખ ૨૩ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અંદાજે ૨૫ જેટલા ખેડૂતોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન સિનિયર રિસર્ચ આસિસ્ટન્ટ શ્રી કિશન સાકરીયા તથા ટ્રેનિંગ આસિસ્ટન્ટ શ્રીમતી દિવ્યા ચાવડા દ્રારા રાષ્ટ્રીય ખેડૂત દિવસનું મહત્વ, ખેડૂતોના દેશના વિકાસમાં રહેલા મહત્વપૂર્ણ યોગદાન, તેમજ મત્સ્ય પાલનમાં આધુનિક અને વૈજ્ઞાનિક પ્રગતિ બાબતની માહિતી વિસ્તૃત રીતે રજૂ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ સેન્ટરના હેડ ડૉ. સ્મિત આર. લેન્ડેના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યો હતો.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
