MY BHARAT, (મેરા યુવા ભારત) તાપી, દ્વારા બ્લોક લેવલનો સ્પોર્ટ્સ ડે સોનગઢ ખાતે યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ખેલ મંત્રાલય ભારત સરકાર દ્વારા સંચાલિત MY BHARAT વિભાગ દ્વારા બ્લોક લેવલનો સ્પોર્ટ્સ ડે જ્ઞાનતીર્થ સ્કૂલ, સોનગઢ, જિ. તાપી ખાતે યોજાયો, જેમાં કબડ્ડી, ખોખો, લાંબીકુદ, દોડ વગેરે રમતોનું આયોજન કરવામાં આવ્યું. અંદાજે ૧૮૦ થી વધુ વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો.
બહેનો માટે ખો-ખોની સ્પર્ધા યોજાઈ હતી અને ભાઈઓ માટે કબડ્ડીની સ્પર્ધા યોજાઇ હતી. જેમાં ટીમ–એંજલ ખો-ખોમાં અને ટીમ-તાપી કિંગ કબડ્ડીમાં વિજેતા રહી. ઉપરાંત લાંબીકુદમાં પ્રથમ ક્રમ ગામિત આરોહી શૈલેશભાઈ અને દ્વિતીય ક્રમે વસાવા ખુશી દાનસિંગભાઈ રહ્યા. લાંબીકૂદમાં ભાઈઓના ગ્રુપમાં પ્રથમક્રમે ચૌધરી ધ્રુવીક મહેન્દ્રભાઈ અને બીજા ક્રમે વસાવા પ્રતિક પ્રભુદાસભાઈ વિજેતા બન્યા. 100 મીટર દોડમાં વસાવા રિયેશ ઉમેશભાઈ પ્રથમ ક્રમ, વસાવા શ્રેયાંસ વિનોદભાઇ દ્વિતીય ક્રમ તેમજ બહેનોમાં ગામિત અમીના અરવિંદભાઇ પ્રથમ ક્રમ અને ગામિત પ્રિયા કમલેશભાઇ બીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો.
MY BHARATના બ્લોક કોર્ડીનેટર અને રાષ્ટ્રીય યુવાકર્મી શ્રી વરૂણ રાજપુત અને નાયબ નિયામક શ્રી સચિન શર્માનાં માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. જ્ઞાનતીર્થ સ્કૂલ, સોનગઢના સ્ટાફ અને શાળાના પીટી શિક્ષક દિવ્યેશભાઈએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ સારી મહેનત ઉઠાવી. વિજેતા વિદ્યાર્થીઓને સંસ્થાના ટ્રસ્ટી શ્રી સોંદરવા જાગ્રતભાઈના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી. શાળાના આચાર્યશ્રી ગામિત જગદીશભાઈએ સૌ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા અને ઉજ્જ્વળ ભવિષ્યની કામના કરી હતી. MY BHARATના હેડ કોચ શ્રી પ્રવીણભાઈ ગામિત દ્વારા કાર્યક્રમને અંતે આભાર વિધિ કરવામાં આવી હતી.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
