તાપી જિલ્લામાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ
સંકલન બેઠક બાદ રોડ સેફ્ટી, પુરવઠા અને તકેદારી સમિતિની બેઠક યોજાઈ
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૦ – તાપી જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયાના અધ્યક્ષપદે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી. જેમાં શ્રી બુગાલિયાએ જિલ્લામાં બનતી નકારાત્મક ઘટનાના અહેવાલને કેન્દ્રમાં રાખીને ત્વરિત નિકાલ અંગે સંબંધિત વિભાગના અધિકારીને સૂચનો કર્યા હતા. વધુમાં પોર્ટલ તેમજ અરજદારો દ્વારા જિલ્લા અને તાલુકા સ્વાગત કરવામાં આવેલા પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવવા પણ સૂચના આપી હતી.
આ ઉપરાંત, બેઠકમાં પડતર અરજીઓ, નિવૃત્ત કર્મચારીઓના પેન્શન કેસો, ઇ-સરકાર પોર્ટલની અમલવારી તેમજ જનપ્રતિનિધિશ્રીઓની રજૂઆતો અને પ્રશ્નો સહિતની તમામ બાબતો પર ઝીણવટપૂર્ણ ચર્ચા કરીને તેના નિરાકરણ માટે અમલીકરણ અધિકારીઓને તાકીદ કરી હતી.
નોંધનીય છે કે, સંકલન બેઠક બાદ નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર.બોરડના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી, પુરવઠા અને તકેદારી આયોગની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં પ્રાયોજના વહીવટદાર શ્રી જયંતસિંહ રાઠોડ, નિવાસી અધિક કલેક્ટર આર. આર. બોરડ સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
