વોકલ ફોર લોકલ: વ્યારાના ‘સશક્ત નારી મેળા’ માં સ્વદેશી કલાનો દબદબો

0
IMG-20251220-WA0012
Contact News Publisher

પરંપરાગત વાંસ કલાને આધુનિક ઓપ : જાગૃતિ સખી મંડળના માલુબેન બન્યા આત્મનિર્ભર

વાંસ કલા દ્વારા ગ્રામીણ અર્થતંત્રને મજબૂતી પ્રદાન કરતા શ્રીમતી માલુબેન કોટવાડિયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યાર) : તા. ૨૦ :- તાપી જિલ્લાના વ્યારા સ્થિત દક્ષિણાપથ વિદ્યાલયના મેદાનમાં શનિવારથી ‘સશક્ત નારી મેળા’નો ભવ્ય પ્રારંભ થયો છે. જેમાં સ્વદેશી ચીજવસ્તુઓનું આકર્ષણ જોવા મળી રહ્યું છે.

મિશન મંગલમ યોજના હેઠળ ઉચ્છલ તાલુકાના મિરકોટ ગામના ‘જાગૃતિ સખી મંડળ’ ના સભ્ય શ્રીમતી માલુબેન કોટવાડિયાને ખાસ સ્ટોલ ફાળવવામાં આવ્યો છે. આ મેળો સ્થાનિક કારીગરોની મહેનત અને સ્વદેશી ઉત્પાદનોને લોકો સુધી પહોંચાડવાનું એક સશક્ત માધ્યમ બન્યું છે.

આ પ્રસંગે, શ્રીમતી માલુબેન કોટવાડિયાએ જણાવ્યું કે, વર્ષો જૂની પરંપરાગત વાંસ કામની કલાને સમયની માંગ મુજબ નવી ઓળખ આપવા માટે તેમને વિશેષ તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમને લીધે આજે હું વાંસ માંથી હાથથી બનાવેલી વિવિધ આકર્ષક અને ડેકોરેટિવ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરી રહી છું.

વધુમાં શ્રીમતી કોટવાડિયાએ ઉમેર્યુ કે, આજે હું વાંસમાંથી બનાવેલી ઇકો-ફ્રેન્ડલી અને હાથબનાવટની વસ્તુઓનું વેચાણ કરીને માસિક રૂ. ૩૦ થી ૪૦ હજાર કમાણી કરી રહી છું.

માસિક રૂ. ૩૦ હજારથી વધુની આવક મેળવીને આદિમજુથના શ્રીમતી માલુબેન આજે સાચા અર્થમાં આત્મનિર્ભર અને સશક્ત બન્યા છે. તેમની આ સફળતા ગ્રામીણ વિસ્તારની અન્ય મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત બની છે.

આવી પરિશ્રમી બહેનોના આત્મવિશ્વાસ અને સતત પ્રયાસોથી દેશના અર્થતંત્રને પાયાના સ્તરેથી મજબૂતી મળી રહી છે, જે ‘વિકસિત અને આત્મનિર્ભર ભારત’ ના નિર્માણમાં મહત્વનું યોગદાન આપી રહ્યું છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other