તાપી કલેકટર કચેરીના સભાખંડ ખાતે ‘રોકાણકાર જાગૃતિ સેમિનાર’ યોજાયો

0
IMG-20251217-WA0000
Contact News Publisher

સેબી-બીએસઈ ના પ્રતિનિધિઓએ તંત્રના અધિકારીઓ, કર્મીઓને સુરક્ષિત રોકાણ અને નાણાકીય આયોજન અંગે માર્ગદર્શન આપ્યું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ૧૭. :- તાપી જિલ્લા કલેક્ટર ડો. વિપીન ગર્ગના માર્ગદર્શન અને નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર.બોરડના અધ્યક્ષસ્થાને સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા તથા બોમ્બે સ્ટોક એક્સચેન્જ દ્વારા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને નાણાકીય સાક્ષરતા તથા સુરક્ષિત રોકાણના વિવિધ પાસાઓ અંગે માહિતગાર કરવા માટે તાપી કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બુધવારે વિશેષ ‘રીજનલ ઇન્વેસ્ટર અવેરનેસ સેમિનાર’ નું આયોજન કરવામાં આવ્યું હતું.

સેમિનારમાં સેબી તથા બોમ્બે સ્ટોક એક્સચેન્જના પ્રતિનિધિશ્રી અનુપ દ્વિવેદી દ્વારા રોકાણકારોને છેતરપિંડીથી બચાવવાના ઉપાયો, સેબીની ફરિયાદ નિવારણ વ્યવસ્થા, નિવૃત્તિ બાદ સુરક્ષિત નાણાકીય ભવિષ્ય માટે રિટાયરમેન્ટ પ્લાનિંગ, ટેક્સ સ્ટ્રેટેજી તથા રોકાણ કરતી વખતે રાખવાની જરૂરી તકેદારીઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ સેમિનારમાં જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સિક્યુરિટીઝ માર્કેટ અને સુરક્ષિત નાણાકીય ભવિષ્યના આયોજન અંગે તેમણે પ્રશ્નો પુછી પોતાની શંકાઓ દૂર કરી હતી.

નોંધનીય છે કે, સરકારી ફરજમાં જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ માટે મ્યુચ્યુઅલ ફંડ રોકાણ અંગે પ્રેરિત કરી તેને સુરક્ષિત અને શ્રેષ્ઠ વિકલ્પ ગણાવ્યો હતો. વધુમાં શેર બજાર સંબંધિત જાણકારીનો આશય શૈક્ષણિક જાગૃતિ, છેતરપિંડીથી બચવા અને બજારની કાર્યપદ્ધતિ સમજાવવાનો હતો.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other