નિવાસી અધિક કલેક્ટરના અધ્યક્ષસ્થાને ‘કનેક્ટ ગુજરાત’ હેઠળ સમીક્ષા બેઠક યોજાઈ

0
IMG-20251216-WA0008
Contact News Publisher

સોશિયલ મીડિયા પર ‘તાપી કે તારે’ શ્રેણીની કામગીરીને બિરદાવતા મુખ્યમંત્રીશ્રીના અધિક જનસંપર્ક અધિકારી શ્રી વિવેક ત્રિવેદી

—- 

લોકહિતમાં સોશિયલ મીડિયાનો પ્રભાવશાળી ઉપયોગ માટે વિવિધ વિભાગોને રચનાત્મક સૂચનો કરાયાં

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 16. :- તાપી કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે મંગળવારે નિવાસી અધિક કલેક્ટર શ્રી આર.આર. બોરડના અધ્યક્ષસ્થાને ‘કનેક્ટ ગુજરાત’ પ્રોજેક્ટ અંતર્ગત સોશિયલ મીડિયા કામગીરીની મહત્વની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા ડિજિટલ પ્લેટફોર્મ પર કરવામાં આવતી પ્રચાર-પ્રસારની કામગીરીને વધુ પ્રભાવશાળી બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં વર્ચ્યુઅલ માધ્યમથી ખાસ ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રીશ્રીના અધિક જનસંપર્ક અધિકારીશ્રી વિવેક ત્રિવેદીએ જણાવ્યું હતું કે, સરકારની જનકલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે સોશિયલ મીડિયા અત્યંત સચોટ માધ્યમ છે. તેમણે જિલ્લા માહિતી કચેરી, તાપી દ્વારા અગાઉ સોશિયલ મીડિયા પર ચલાવવામાં આવેલી ‘તાપી કે તારે’ પ્રોજેક્ટની સરાહના કરી હતી અને તેને અન્ય વિભાગો માટે પ્રેરણારૂપ ગણાવી હતી.

શ્રી ત્રિવેદીએ વધુમાં ઉમેર્યું હતું કે, જિલ્લાના તમામ વિભાગોએ પોતપોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પરથી પ્રજાલક્ષી સિદ્ધિઓ, સક્સેસ સ્ટોરીઝ અને પોઝિટિવ સ્ટોરીઓ અપલોડ કરી મહત્તમ નાગરિકો સુધી પહોંચવું જોઈએ. તેમણે ‘કનેક્ટ ગુજરાત’ અભિયાન અંતર્ગત સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની મદદ લઈ સરકારી માહિતીને લોકઉપયોગી બનાવવાનું પણ સૂચન કર્યું હતું.

જિલ્લાથી લઈને ગ્રામ્ય કક્ષા સુધી સોશિયલ મીડિયાને પ્રભાવશાળી બનાવી સરકારની ઝુંબેશો અને પ્રજાહિતના કાર્યક્રમો અંગે નિવાસી અધિક કલેક્ટરશ્રીએ વિવિધ વિભાગના અધિકારીઓને સૂચનો કર્યા હતા.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *