સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે નોધાયેલ સાયબર ફ્રોડના ગુનાના આરોપીને શોધી કાઢતી સોનગઢ પોલીસ.

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૩૧/૧૦/૨૦૨૫ ના રોજ સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે નોધાયેલ સાયબર ફ્રોડ ગુનામાં અજાણ્યા આરોપીએ ફરીયાદી સાથે સોશ્યલ મિડીયાના માધ્યમ ફેસબુક મારફતે આરોપીએ પોતાનો આઈ ફોન વેચવાનો છે, તેવી જાહેરાત આપી ફરીયાદી સાથે વાતચિત કરી ફરીયાદી પાસેથી ઓન લાઈન માધ્યમથી ફોનના રૂપિયા ૪,૦૦૦/- મંગાવ્યા બાદ ફરીયાદીને ફોન નહી આપી છેતરપિંડી કરેલ.

આ ગુનો શોધી કાઢવા સોનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર એન.એસ. ચૌહાણએ આપેલ સુચના અને તેઓના માર્ગદર્શન હેઠળ, પો.સબ.ઈન્સ. કે.આર. ચૌધરી, એ.એસ.આઈ. માર્મિકભાઈ હરેશભાઈ, અ.હે.કો. દશરથભાઈ ભુપતભાઈ તથા આ.પો.કો. ભેરાભાઈ ચાંપાભાઈ, અ.પો.કો. રાજુભાઇ જીણાભાઇ તથા આ.પો.કો. અશ્વિનભાઈ નાનુભાઈએ આરોપીએ વાપરેલ મોબાઈલ નંબરની કોલ ડિટેલ-બેન્ક ખાતા નંબરની માહીતી આધારે ટેક્નિકલ એનાલીસીસ કરી ગુનો શોધી કાઢી આ સાઈબર ફ્રોડ આચરનાર રવિભાઇ ધનજીભાઇ ચૌહાણ ઊ.વ. ૨૧, રહે.લક્ષ્મણનગર, ચોક શેરીનંબર-૮, ધર નંબર- ૨૪૩ કિરણ ચોક પાસે નાના વરાછા સુરત શહેર, મુળ રહે બોટાદ, ભાવનગર રોડ, ઓમ શાંતિ નંગર, ધર નંબર-૪ તા.જી.બોટાદને તારીખ ૦૪/૧૨/૨૦૨૫ ના રોજ અટક કરેલ છે. આરોપી પુછ પરછ દરમ્યાન તેમજ ટેકનિકલ એનાલીસીસ અને સમનવય પોર્ટલના ઉપયોગના આધારે આરોપી વિરૂધ્ધમાં ગુજરાત રાજયના અન્ય શહેર/જીલ્લા (૧) અમદાવાદ શહેર (૨) અરવલ્લી-મોડાસા (૩) કચ્છ પુર્વ (૪) કચ્છ પશ્ચિમ (૫) મહેસાણા (૬) સાબરકાંઠા (૭) અમરેલી જિલ્લાઓના અગલ-અલગ પોલીસ સ્ટેશન ખાતે સાઈબર હેલ્પ લાઈન ૧૯૩૦- એક્નોલેઝમેન્ટ નંબર ઊપર કુલ-૦૯ જેટલી કમ્પ્લેનો નોધાયેલ છે. અને હાલમાં આ ગુનાની આગળની તપાસ પો.ઈન્સ. એન.એસ. ચૌહાણ કરી રહેલ છે.

પકડાયેલ આરોપી:-

રવિભાઇ ધનજીભાઇ ચૌહાણ ઊ.વ. ૨૧, રહે.લક્ષ્મણનગર, ચોક શેરીનંબર-૮, ધર નંબર- ૨૪૩ કિરણ ચોક પાસે નાના વરાછા સુરત શહેર, મુળ રહે બોટાદ, ભાવનગર રોડ, ઓમ શાંતિ નંગર, ધર નંબર-૪ તા.જી.બોટાદ

આરોપીની એમ.ઓ.

(૧) આરોપી ફરીયાદી સાથે સોસિયલ મિડીયાના માધ્યમથી પોતાનો આઈ. ફોન. વેચવાનો છે, તેવી જાહેરાત આપી ફરીયાદી સાથે વાતચીત કરી વિશ્વાસમાં લઈ ફોનના રૂપિયા ઓન લાઈન મંગાવી બાદ ફોન નહિ આપી છેંતરપિંડી કરવી.

(૨) આરોપી ફરીયાદી સાથે સોસિયલ મિડીયાના માધ્યમથી પોતે વાહનના શીટ કવરનો વેપારી છે, તેવી ઓળખાણ આપી ભોગ બનાનાર/ફરીયાદી સાથે સંપર્ક કરી સસ્તા ભાવે શીટ કવર આપવાની વાતચીત કરી, શીટ કવરના માલના રૂપિયા ઓન લાઈન મેળવી બાદમાં ફરીયાદીને શીટ કવરની ડિલવરી નહી કરી છેંતરપિંડી કરવી.

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીની વિગત.

1) શ્રી એન.એસ. ચૌહાણ પોલીસ ઈન્સ્પેક્ટર, સોનગઢ પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ. 2) પો.ઈન્સ. આઈ.ડી. દેસાઈ. સોનગઢ પોલીસ સ્ટેશન. 3) પો.સબ.ઈન્સ. કે.આર.ચૌધરી સોનગઢ પોલીસ સ્ટેશન. 4) એ.એસ.આઈ. માર્મિકભાઈ હરેશભાઈ, સોનગઢ પોલીસ સ્ટેશન. 5) અ.હે.કો. દશરથભાઈ ભુપતભાઈ, સોનગઢ પોલીસ સ્ટેશન. 6) આ.પો.કો. ભેરાભાઈ ચાંપાભાઈ, સોનગઢ પોલીસ સ્ટેશન. 7) અ.પો.કો. રાજુભાઈ ઝીણાભાઈ, સોનગઢ પોલીસ સ્ટેશન. 8) આ.પો.કો. અશ્વિનભાઈ નાનુભાઈ, સોનગઢ પોલીસ સ્ટેશન.

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *