પીએમશ્રી જવાહર નવોદય વિદ્યાલય બોરખડી ખાતે ધો.૬ પ્રવેશ પરીક્ષા જોગ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૮ઃ પી.એમ.શ્રી સ્કૂલ, જવાહર નવોદય વિદ્યાલય, બોરખડીના પ્રાચાર્યશ્રીની અખબાર યાદીમાં જણાવેલ છે કે જવાહર નવોદય વિદ્યાલય પસંદગી પરીક્ષા-2026, જે તા. 13/12/2025ના રોજ યોજાનાર છે. તેના પ્રવેશપત્રો ન.વિ.સ.ની વેબસાઈટ www.navodaya.gov.in & https://cbseitms.rcil.gov.in/nvs પરથી ડાઉનલોડ થઈ શકે છે. સબંધિત ઉમેદવારના વાલીશ્રીઓએ પોતાના બાળકનાં પ્રવેશપત્રો ડાઉનલોડ કરી લેવાં. પ્રવેશપત્ર અને આધારકાર્ડ વિના પરીક્ષાર્થીને પરીક્ષા કેન્દ્ર પર પ્રવેશ મળશે નહિ. જો કોઈ ઉમેદવારના પ્રવેશપત્રમાં જન્મ તારીખ, જાતિ, નામ, લિંગ, ગ્રામીણ/શહેરી કે માધ્યમ સંબંધી કોઈ ભૂલ હોય તો જરૂરી દસ્તાવેજોના પુરાવા રજુ કરી પ્રાચાય, જવાહર નવોદય વિદ્યાલય, બોરખડી ખાતે પરીક્ષાના એક સપ્તાહ પહેલાં સુધારી લેવું. વાલીએ જાતે ઓનલાઈન ફોર્મ ભરેલ હોવાથી પરીક્ષા કેન્દ્ર પર કોઈ પણ જાતનો સુધારો અને કોઈ પણ જાતની તકરાર કે વાંધો વિરોધ ચાલશે નહિ. આથી કોઈ વિસંગતતાને કારણે નવોદય વિદ્યાલય સમિતિના નિયમાનુસાર પ્રવેશ રદ્દ પણ થઇ શકે છે. પરીક્ષા કેન્દ્ર પર કોઈ પણ પ્રકારનો સુધારો કરવામાં આવશે નહિ. પ્રવેશપત્રમાં ભરેલી વિગત અનુસાર વિદ્યાર્થીએ પરીક્ષા આપવી પડશે. જેની વાલીશ્રીઓએ ખાસ નોંધ લેવી.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
