તાપી જિલ્લામાં વરસાદે વિરામ લેતા માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા ડામર કામની કામગીરી પુરજોરમાં શરૂ કરવામાં આવી
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા ડોસવાડા મેઈન હાઈવેથી બંધારપાડા તરફ જતો આશરે ૯ કિલોમીટરના રસ્તાની ડામરકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ રસ્તા પર બારેમાસ મોટા પ્રમાણમાં વાહનો અવર-જવર રહે છે જે રસ્તો બનવાથી ડોસવાડા, ખરશી, ખાંજર, દેવલપાડા, બેડપાડા, બંધારપાડા, મોંઘવાણ, ઘોડચીત, મૈયાલી, ગતાડી, ગાળકુવા, મહુડી જેવા ૧૨ ગામોના લોકોને અવર-જવર કરવામાં ખુબ જ ઉપયોગી બની રહેશે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
