સી.ઓ.ઈ. ઉકાઈ કેન્દ્ર દ્વારા એકલવ્ય મોડેલ સ્કૂલમાં રાષ્ટ્રીય શિક્ષણ દિવસની ઉજવણી

0
IMG-20251111-WA0018
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : દર વર્ષે તારીખ ૧૧ નવેમ્બર ના દિવસે રાષ્ટ્રીય કક્ષાએ રાષ્ટ્રીય શિક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણી મૌલાના આઝાદ જી ના જન્મદિન નિમિત્તે કરવામાં છે. મૌલાના આઝાદ દેશના પ્રથમ શિક્ષણ મંત્રી રહ્યા હતા. સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી ઉકાઈ કેન્દ્ર દ્વારા ઉકાઈના એકલવ્ય મોડેલ સ્કૂલના ૧૨ માં ધોરણના ભણતા વિદ્યાર્થીઓ માટે કામધેનુ યુનિવર્સિટી દ્વારા સંચાલિત ડેરી, પશુપાલન અને મત્સ્ય પાલન સલગ્ન અભ્યાસક્રમો બાબતે માહિતી આપવામાં આપી. તેમજ આ ક્ષેત્રે રોજગારીની ઉજ્જવળ તકો બાબતે સી. ઓ. ઈ. ઉકાઈના વડા ડો. સ્મિત લેંડે દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન એકલવ્ય સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી. ચૌરસિયા સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other