તાપી જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા સુરત-ધુલીયા માર્ગ ઉપર થર્મોપ્લાસ્ટ પટ્ટાની કામગીરી શરૂ
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૧- તાપી જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ,વ્યારા હસ્તકના સુરત-ધુલીયા માર્ગ (કી.મી.૬૦/૪૩૦ થી ૭૦/૯૯૫) પર સલામતી માટે તા.૦૮/૧૧/૨૦૨૫ ના રોજ વરસાદે વિરામ લેતા થર્મોપ્લાસ્ટ પટ્ટાની કામગીરી શરૂ કરાયેલ હતી. તાપી જિલ્લામાં માર્ગ સલામતી જળવાય રહે તે હેતુથી આ કામગીરી કરવામાં આવેલ છે. સદર કામગીરી કરવાથી રાત્રી દરમિયાન રસ્તાની વિઝીબીલીટીમાં વધારો થશે અને વાહન ચાલકોની માર્ગ પર સલામતી જળવાઈ રહેશે તેમજ વાહન વ્યવહાર સરળ બનશે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
