‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ઉચ્છલ તાલુકાના માણેકપુર ગામમાં વૃક્ષારોપણ કર્યું

Contact News Publisher

માણેકપુરના ચોકમાં રાજ્યપાલશ્રીએ સ્વચ્છતાનો સાવરણો ફેરવ્યો

ગ્રામજનો સાથે સંવાદ કરી સ્વચ્છતાનું મહત્વ સમજાવતા રાજયપાલશ્રી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૦. તાપી જિલ્લાની મુલાકાતે પધારેલા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ઉચ્છલ તાલુકાના માણેકપુર ગામમાં ‘એક પેડ માં કે નામ અભિયાન ૨.૦’ અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું. જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગ દ્વારા આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં રાજ્યપાલશ્રીએ દેશી બદામનું વૃક્ષ રોપીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. વૃક્ષારોપણની સાથે માણેકપુર ગામના બજારમાં ગ્રામજનો, અધિકારીઓ અને સફાઈ કર્મચારીઓ સાથે મળીને સફાઈ કરી સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવવા અપીલ કરી હતી.

વૃક્ષારોપણ કરી ત્રણ વર્ષ સુધી તેનું જતન કરવા અપીલ કરતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, મનુષ્યને અન્ન વગર ચાલે પરંતુ ઓક્સિજન વગર નહીં ચાલે. વૃક્ષો જ ઓક્સિજન આપે છે. રાજયપાલશ્રીએ સ્વચ્છતાનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, સ્વચ્છતા આપણી બધાની જવાબદારી છે. તેમજ વૃક્ષ મનુષ્યને આજીવન અર્પણ કરે છે કોઈ વસ્તુ આપણી પાસેથી કશું લેતુ નથી. ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને દૂર કરવા માટે વૃક્ષો મહત્વના છે.

આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી વિપિન ગર્ગે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રામનિવાસ બુગલિયા, જિલ્લા પોલીસ વડા શ્રી જશુભાઈ દેસાઈ, આસી. કલેક્ટર શ્રી ઓમકાર શિંદે, રિતિકા આઈમા તથા તમામ અધિકારીગણે કદમ, સેવણ, સપ્તપર્ણી, આંબો, વડ જેવા વૃક્ષોનું વૃક્ષારોપણ કરીને અભિયાનને પોષિત કર્યું હતું, તેમજ રાજયપાલશ્રી સાથે સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા.

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *