ઓલપાડની સરસ પ્રાથમિક શાળાનાં આચાર્ય અજય પટેલ રાજ્ય કક્ષાની ગોળાફેંક સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા

0
IMG-20251110-WA0022
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સ્ટેટ માસ્ટર્સ એથ્લેટિક ચેમ્પિયનશીપ 2025 અંતર્ગત રાજ્ય કક્ષાની રમત ગમત સ્પર્ધાઓ સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત, સાપુતારા ખાતે યોજવામાં આવી હતી. જેમાં યોજાયેલ વિવિધ સ્પર્ધાઓ પૈકી ગોળાફેંક સ્પર્ધાનાં ઓપન પુરુષ વિભાગમાં ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત સરસ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા અજયકુમાર લક્ષ્મણભાઈ પટેલે રાજ્ય કક્ષાએ અવ્વલ સ્થાન પ્રાપ્ત કરી રમતગમત ક્ષેત્રે ઓલપાડ તાલુકા સહિત સમગ્ર સુરત જિલ્લાનું નામ રોશન કરેલ છે.
તાલુકા તથા જિલ્લા કક્ષાએ અનેકવિધ સિદ્ધિઓનો ભૂતકાળ ધરાવતાં તેમજ નેશનલ રમતમાં ભાગીદારી ધરાવનાર આ યુવા શિક્ષક અજય પટેલની ઝળહળતી ઉપલબ્ધિ બદલ ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવ પટેલ, મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર, બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ, સી.આર.સી. કો-ઓર્ડિનેટર હર્ષદ ચૌહાણ, એસ.એમ.સી. સભ્યો, શાળા પરિવાર, સમસ્ત ગ્રામજનો સહિત સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટ પટેલે અભિનંદન પાઠવ્યા હતાં. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other