ટી.બી. પીડિત મહિલાનું પતિ ધ્યાન ના રાખી મારઝૂડ કરી ઘરમાંથી કાઢી મૂકતા પીડિત મહિલાએ માંગી 181 અભયમ મહિલા હેલ્પલાઇનની મદદ

0
Womans help line abhayam by govt.

181 helpline

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગત રોજ વ્યારા નગરમાંથી એક મહિલા એ 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર કોલ કરી જણાવેલ કે તેમના પતિ તેમની સાથે લડાઈ ઝગડા કરી બાળકો પતિ એ લઇ લીધા અને ઘરમાંથી કાઢી મુક્યા છે જેથી મદદની જરૂર છે.

કેસ મળતા તાપી 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી જઈ પીડિતાને મળી તમામ હકીકત જાણી તો તેમને જણાવેલ કે તેમને માથામાં ગાંઠ હતી જેમનું ઓપરેશન થયેલ છે હાલ થોડા સમયથી ટી.બીની બીમારીથી પીડિત છે હાલ સારવાર ચાલે છે પતિ ભંગારનો ધંધો કરે છે પીડિતાને ઘરમાં જીવન જરૂરિયાત ની ચીજવાસ્તુ પુરી પાડતા નથી જેથી સમયસર રસોઈ બનાવી જમી શકતા નથી અને સારવારની દવા લઇ શકતા નથી તેમને ટી.બી.ની સારવાર પણ કરાવતા નથી. કઈ પણ કહે તો ઘરમાંથી કાઢી મૂકે છે પિયરમાં ચાલ્યા જવાનુ કહે છે વારંવાર નાની નાની બાબતે ઝગડા કરી ઘરમાંથી નીકળી જવા કહે છે છેલ્લા 2-3 મહિનાથી ઘરે વધારે રહેતા નથી મોડી રાત સુધી ઘરે આવતા નથી અને ઘરમાં કઇં ધ્યાન આપતા નથી. વારંવાર ઘરમાંથી નીકળી જવા માટે કહે છે હાલ પણ ઘરમાં કઈ અનાજ કરિયાણું ના હોવાથી લાવવા કહ્યું તો ઝગડા કરી મારઝૂડ કરી ઘરમાંથી બાર કાઢી મુક્યા. આમ તમામ હકીકત જાણી સ્થળ પર બંને પક્ષે કાઉન્સેલિંગ કરી સમજાવેલ, કાયદાકીય સમજ આપેલ. પીડિતાના પતિને યોગ્ય સારવાર કરાવવા તેમજ તેમનું ધ્યાન રાખવા સમજાવી સ્થળ પર સમાધાન કરેલ છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *