ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ EXPLOSIVEના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી તાપી એસ.ઓ.જી.
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી કે.જી. લીંબાચીયા પોલીસ ઈન્સ્પેકટર, એસ.ઓ.જી. શાખા તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાનાં અ.હે.કો. શરદભાઇ સુરજીભાઇ તથા અ.હે.કો. દાઉદભાઇ ઠાકોરભાઇ તથા આ.પો.કો. વિપુલભાઇ રમણભાઇ નાસતા ફરતા આરોપીઓની વોય તપાસમાં હતા તે દરમ્યાન અ.હે.કો. દાઉદભાઇ ઠાકોરભાઇ, આ.પો.કો. વિપુલભાઇ રમણભાઇને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકિકત મળેલ ઉચ્છલ પો.સ્ટે. મા નોંધાયેલ એક્ષપ્લોસીવ અધિનિયમ હેઠળના ગુનામા સંડોવાયેલ વોન્ટેડ આરોપી જયંતીભાઇ ગોવિંદભાઇ ગામીત રહેવાસી. મસાનપાડા બસ સ્ટોપ ફળીયું. તા.સોનગઢ જી.તાપી વોન્ટેડ હોય અને આ વોન્ટેડ આરોપી પાંખરી બસ સ્ટેશન. તા.ઉચ્છલ પાસે ઉભેલ હોવાની બાતમી આધારે આ કામનો વોન્ટેડ આરોપી જયંતીભાઇ ગોવિંદભાઇ ગામીત ઉ.વ.૩૩, રહેવાસી. મસાનપાડા બસ સ્ટોપ ફળીયું, તા.સોનગઢ ને પકડી પાડી તા.૧૬/૧૦/૨૦૨૫ ના રોજ અટક કરી આગળની વધુ કાર્યવાહી માટે ઉચ્છલ પોલીસ સ્ટેશનને સોપેલ છે.
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી
કે.જી.લીંબાચીયા પોલીસ ઈન્સ્પેકટર, એસ.ઓ.જી.શાખાની સુચના અને માર્ગદર્શન મુજબ અ.હે.કો. શરદભાઇ સુરજીભાઇ તથા અ.હે.કો. દાઉદભાઇ ઠાકોરભાઇ તથા આ.પો.કો. વિપુલભાઇ રમણભાઇએ કામગીરી કરેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
