તાપી જીલ્લામાં કરુણા એનિમલ એમ્બ્યુલન્સમાં ૮ વર્ષમાં ૧૧૫૬૬ પશુઓની સારવાર

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લામાં કરુણા એમ્બ્યુલન્સ ના ૮વર્ષ પૂર્ણ થયા છે. રાજ્ય સરકાર ના પશુપાલન વિભાગ અને ઇ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થના સયુંક્ત ઉપક્રમે ગત ૦૬/૧૦/૨૦૧૭ થી શરૂ કરવામાં આવેલી કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાએ અનેક અબોલા પશુ-પક્ષીઓની સ્થળ પર જ તાત્કાલિક અને સમયસર સારવાર આપી જીવન સંજીવની સાબિત થઈ છે.

રાજ્ય સરકારના પશુપાલન વિભાગ અને ઇ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ ના સયુંક્ત ઉપક્રમે તાપી જીલ્લામાં કાર્યરત કરુણા એનિમલ એમ્બ્યુલન્સ છેલા ૮ વર્ષમાં ૧૧૫૬૬ અબોલા પશુ-પક્ષીઓની સ્થળ પર જ તાત્કાલિક અને સમયસર સારવાર આપી નવ જીવન આપવામાં આવ્યું છે. જેમાં મેડિકલ-૫૬૨૦ મડિકલ સપ્લાય-૪૩૧, સર્જીકલ-૫૨૬૭ ગાયનેકોલોજીકલ-૨૦૪ અને અન્ય -૪૪ નો સમાવેશ થાય છે.

કરુણા એનિમલ  એમ્બ્યુલન્સના પ્રોગ્રામ મેનેજર ડોં રવિ અને પ્રોજેકટ કો ઑર્ડિનેટર મોનાર્ક પટેલ દ્વારા જણ।વામાં આવ્યું હતું કે રખડતા કોઈ પણ પશુ-પક્ષીઓ ઇજાગ્રસ્ત અને બીમાર હાલતમાં જોવ મળે તો તરત ૧૯૬૨ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી ઝડપથી અને નિ:શુલ્ક સારવાર મેળવવા અનુરોધ કર્યો હતો.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *