આઇસર ટેમ્પોમાં લોખંડ/પતરાના બોક્ષમાં સંતાડી લઈ જવાતા વિદેશી દારુનાં જથ્થા સાથે આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ, પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી,ડી.એસ. ગોહિલ, પોલીસ ઇન્સ્પેકટર, પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી, એલ.સી.બી.ની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી, એન.એસ. વસાવા, પેરોલ ફર્લો સ્કોર્ડએ પોતાના અંગત બાતમીદારો રોકેલ હોય જેના ભાગ રૂપે આજરોજ એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે વ્યારા થી સોનગઢ અને ઉચ્છલ હાઇવે રોડ ઉપર ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના અ.હે.કો.અનિરૂધ્ધસિંહ દેવસિંહ તથા પો.કો. રવિન્દ્રભાઈ મહેન્દ્રભાઇને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળેલ કે, એક આઇસર ટેમ્પો નં.GJ-02-ZZ-4903 માં પાછળના ભાગે એક સિલ્વર કલરનું લોખંડ/પતરાનુ બોક્ષમાં અનિલ ઉર્ફે પાંડીયા જગદિશપ્રસાદ જાટ, રહે. સીકર, રાજસ્થાનએ ઇગ્લીશ દારૂનો જથ્થો ભરાવેલ છે. જે ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ આઇસર ટેમ્પો નં.GJ-02-ZZ-4903 નો મહારાષ્ટ્ર રાજ્યના નવાપુર તરફથી વ્યારા તરફ આવે છે.” જે બાતમી આધારે ઉચ્છલ ભડભુંજા ગામની સીમમાં ને.હા.ન.૫૩ ઉચ્છલ થી સોનગઢ તરફ જતા રોડ ઉપર બાતમી હકીકત મુજબનો આઇસર ટેમ્પો રોકવા જતા આઇસર ટેમ્પાના ચાલકે પોલીસને જોઈ લેતા જતા ડ્રાઇવરે આઇસર ટેમ્પો ભડભુંજા ગામના બસ સ્ટેન્ડના સર્વીસ રોડ ઉપર હંકારી થોડે આગળ જઇ આઇસર ટેમ્પો ઉભો રાખી અંધારાનો લાભ લઇ આઇસર ટેમ્પામાંથી બે ઇસમો ઉતરીને નાશવા લાગેલા જેમાં એક ઇસમ નાશી ગયેલ અને બીજો એક ઇસમને સાથેના પોલીસ માણસોએ પકડી પાડી પકડાયેલ ઇસમને પુછપરછ કરતા લોખંડ/પતરાના લંબચોરસ બોક્ષમાં ખાખી કલરના પુઠ્ઠાના બોક્ષમાં અલગ અલગ બ્રાંડનો ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થો ભરેલ હોય આરોપી- બાબુરામ ચીમનારામ જાખડ ઉ.વ.૩૭ રહે.ગામ-બાંડ થાના.નગર તા.ગુડા માલાણી જી.બાડમેર રાજસ્થાન નાનો પોતાના કબજાનો એક મરૂન કલરનો આઇસર ટેમ્પો જેનો રજીસ્ટ્રેશન નંબર GJ-02-ZZ-4903 જેની કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- નીમાં વગર પાસ પરમીટે ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની નાની મોટી બાટલી કુલ નંગ-૨૦૦૦૪ કુલ કિંમત રૂા ૮૯,૩૫,૨૦૦/-નો પ્રોહી. મુદ્દામાલ તથા મોબાઇલ નંગ-૧ કિ.રૂ.૫૦૦૦/- તથા રોકડા રૂપિયા ૨૧૦૦/- તથા આઇસર ટેમ્પામાં પ્રોહી જથ્થો મુકેલ તે લોખંડ/પતરાનુ લંબચોરસ બોક્ષ જેની કિ.રૂ.આશરે ૩,૦૦,૦૦૦/- મળી કુલ્લે ૧,૦૨,૪૨,૩૦૦/- નો મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ઉપરોકત આરોપી વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે ઉચ્છલ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

પકડાયેલ આરોપી-

બાબુરામ ચીમનારામ જાખડ ઉ.વ.૩૭ રહે.ગામ-બાંડ થાના.નગર તા.ગુડા માલાણી જી.બાડમેર રાજસ્થાન

કબજે કરેલ મુદ્દામાલ-

(૧) ઇંગ્લીશ દારૂની નાની/મોટી બોટલો કુલ નંગ-૨૦૦૦૪ કુલ કિંમત રૂ! ૮૯,૩૫,૨૦૦/-

(૨) મોબાઇલ નંગ-૧ જેની આશરે કિં.રૂા ૫,૦૦૦/-

(૩) રોકડા રૂપિયા- ૨,૧૦૦/-

(૪) લોખંડ/પતરાનુ લંબચોરસ બોક્ષ જેની કિ.રૂ.આશરે ૩,૦૦,૦00/-

(૫) આઇસર ટેમ્પો જેનો રજીસ્ટ્રેશન નંબર GJ-02-ZZ-4903 જેની કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- કુલ્લે રૂ! ૧,૦૨,૪૨,૩૦૦/- નો મુદ્દામાલ

કામગીરી કરનાર ટીમ :-

પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ એલ.સી.બી. તાપી તથા પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી, એન.એસ. વસાવા, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી તથા એ.એસ.આઈ. જગદીશ જોરારામભાઇ,  એ.એસ.આઇ. જયેશભાઇ લીલકીયાભાઇ, અ.હે.કો.અનિરૂધ્ધસિંહ દેવસિંહ તથા પેરોલ ફર્લો સ્કોર્ડના પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ તથા પો.કો. રાહુલભાઇ દિગમ્બરભાઈ તથા પો.કો. દિપકભાઇ સેવજીભાઇએ કામગીરી કરેલ છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *