બોરખડીમાં આયોજીત વિકસિત ભારત યુથ પાર્લામેન્ટ વકતૃત્વ સ્પર્ધામાં વિવાદ : વકતૃત્વ સ્પર્ધામાં ગેરરીતિનો આક્ષેપ, 10 માંથી 6 વિજેતા આયોજક શાળાના

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડી ખાતે યોજાયેલી વિકસિત ભારત યુથ પાર્લામેન્ટ 2024-25 વકૃત્વ સ્પર્ધા પર ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. અંદાજે 120થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં 10 વિજેતા જાહેર કરવાના હતા, જેમાંથી 6 વિજેતા ઉમેદવારો આયોજન કરનાર શાળાનાં જ જાહેર થયા છે. આ બાબતે પારદર્શિતા પર પ્રશ્નાર્થ ઊભા થયા છે. વ્યારાની માઁ શિવદૂતી સાયન્સ સ્કૂલના સંચાલક અજયકુમાર સદનભાઈ રાજપૂતે આ સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરી જવાબદાર વિરુદ્ધ કાર્યવાહી કરવાની ક્લેકટર સહિત ઉચ્ચ અધિકારીઓને લેખિત ફરિયાદ કરી છે, જેમાં જણાવ્યા મુજબ પ્રથમ, વિજેતા ઉમેદવારોનાં નામ વોટ્સએપ ગ્રુપમાં જાહેર થયા હતા પરંતુ તેઓ કઈ શાળાના છે તે માહિતી જાહેર ન થતાં લેખિત રજૂઆતો તથા RTI કરાઈ હતી. જાહેર માહિતી અધિકારી દ્વારા અધૂરી માહિતી આપતાં મામલો કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર સુધી પહોંચ્યો હતો. પ્રથમ અપીલ અધિકારીએ 9 સપ્ટેમ્બરે સુનાવણી રાખીને શાળાનાં નામ સાથેની યાદી આપવા આદેશ આપ્યો હતો, જે RPAD દ્વારા તાજેતરમાં મળી છે. જે મુજબ 10માંથી 6 વિજેતા ઉમેદવારો આયોજન કરનાર કસ્તુરબા અધ્યાપન મંદિરનાં જ છે. વિજેતા થયેલ સ્પર્ધકોને પાંચ હજારના બદલે ત્રણ હજારનું જ પારિતોષિક અપાયા હોવાના ગંભીર આક્ષેપો પણ કરાયા છે. સ્પર્ધામાં કુંકરમુંડા, નિઝર, ઉચ્છલ, સોનગઢ તથા ડોલવણ તાલુકાનાં વિદ્યાર્થીઓએ સ્વખર્ચે હાજરી આપી હતી. તેમ છતાં આયોજનકર્તા શાળાનાં વિદ્યાર્થીઓનો મોટો ભાગ વિજેતા જાહેર થતા નિષ્પક્ષતા અંગે શંકા ઊભી થઈ છે.

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *