ઓલપાડની પીએમશ્રી કુદિયાણા પ્રાથમિક શાળાનું ગૌરવ વધારતી અનેરી પટેલ 

0
IMG-20250910-WA0044
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) :  SGFI સુરત ગ્રામ્ય નેટબોલની જિલ્લા કક્ષાની સ્પર્ધા ધી વરાડ સાર્વજનિક વિધાલય, રાયમ ખાતે યોજવામાં આવી હતી. જેમાં ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કુદિયાણા પ્રાથમિક શાળાની વિધાથીર્નીઓએ સહર્ષ ભાગ લીધો હતો. જે પૈકી અંડર 14 વિભાગમાં શાળાની ધોરણ-8 માં અભ્યાસ કરતી પટેલ અનેરી યોગેશભાઈ પટેલે નોંધપાત્ર દેખાવ કર્યો હતો. જેનાં પરિણામ સ્વરૂપ અનેરીનું સિલેકશન થતાં તેણી આગામી દિવસોમાં રાજયકક્ષાએ સુરત જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

કુમારી અનેરીની આ ઝળહળતી સિદ્ધિ બદલ તથા ભાગ લેનાર અન્ય તમામ વિદ્યાર્થીનીઓને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિજયભાઈ જરગલિયા, બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ તથા મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર, શાળાનાં આચાર્ય વિનોદ પટેલ, વ્યાયામ શિક્ષક અસ્મિતાબેન પટેલ સહિત શાળા વ્યવસ્થાપન સમિતિએ અભિનંદન પાઠવ્યા હતાં.

રિપોર્ટ: વિજય પટેલ દ્રારા

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other