બાલાજી ગર્લ્સની વિદ્યાર્થીનીઓની ઝળહળતી સિદ્ધિ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સુરત મહાનગરપાલિકા આયોજિત “ડેન્ગ્યુ મલેરિયા નિયંત્રણ” અંતર્ગત ક્વિઝ સ્પર્ધાનું આયોજન તારીખ 7/8/2025 નાં રોજ અંબાબા ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. જે ક્વિઝ સ્પર્ધામાં સમગ્ર સેન્ટ્રલ ઝોનમાં શાળાની વિદ્યાર્થીની મુક્તિ ગણેશભાઈ રાણાએ પ્રથમ ક્રમ અને પૂનમ રાજેન્દ્રસિંહે તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. વિજેતા સ્પર્ધકોને SMC ખાતાનાં અધિકારીઓ શીતલભાઈ તવડીયા અને નૈનેશભાઈ શાહ દ્વારા શિલ્ડ, સ્મૃતિભેટ અને મેડલ દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા હતાં. આ સમગ્ર સ્પર્ધાનાં માર્ગદર્શક શિક્ષક તરીકે શ્રીમતી વૈશાલીબેન પટેલે શ્રેષ્ઠ કામગીરી બજાવી હતી. વિદ્યાર્થીઓની સિદ્ધિ બદલ શાળાનાં આચાર્યા ડૉ. ફાલ્ગુની પટેલે અભિનંદન પાઠવ્યા હતાં.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *