ઉચ્છલના છાપટીગામે થી બોગસ ડોકટરને ઝડપી પાડતી તાપી એસ.ઓ.જી.

0
IMG-20250821-WA0009
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી કે.જી. લીંબાચીયા પોલીસ ઈન્સ્પેકટર, એસ.ઓ.જી. શાખાની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.શાખાનાં અ.હે.કો. શરદભાઇ સુરજીભાઇ વળવી, એ.એસ.આઇ. રાજેન્દ્ર યાદવરાવ ચિત્તે,  અ.હે.કો. કમલેશભાઇ કૃષ્ણાભાઇ વળવી તથા અ.હે.કો. દાઉદભાઇ ઠાકોરભાઇ તથા આ.પો.કો વિપુલભાઇ રમણભાઈ ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં બેસી પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અ.હે.કો. દાઉદભાઇ ઠાકોરભાઇને ખાનગી રાહે બાતમી મળેલ કે, ઉચ્છલ તાલુકાના છાપટીગામે દુધ ડેરીની ઉપર રૂમ માં એક બોગસ ડોકટર નામે સુનીલભાઇ દાજભાઉ ઠાકરે ગેરકાયદેસર રીતે કોઇ પણ પ્રકારના કાયદેસરના અધિકાર વગર મેડીકલ પ્રેકટીસ કરે છે, અને આજુબાજુના ગામમાંથી આવતા બિમાર દર્દીઓની એલોપેથિક દવાઓ આપી સારવાર કરતા હોવાની બાતમી હકીકત જાણવા મળેલ અને હાલમાં પણ તેની પ્રવૃતિ ચાલુ છે જેથી તે જગ્યા રેઇડ કરતા પકાડાયેલ આરોપી સુનીલભાઇ દાજભાઉ ઠાકરે ઉ.વ.૪૫ હાલ રહે.છાપટીગામ દુધ ડેરીપાસે તા.ઉચ્છલ જી.તાપી મુળ રહે. અમોદે ગામ પોસ્ટ.હસાળે તા.સાક્રી જી.ધુલીયા ((મહારાષ્ટ્ર) પાસેથી એલોપેથીક દવાઓ તથા મેડીકલ ને લગતા સામાનનો જથ્થો કી.રૂ. 1,01,587/-નો મુદામાલ તપાસ અર્થે કબજે કરી તેના વિરૂધ્ધમાં ઉચ્છલ પોલીસ સ્ટેશનમા કાયદેસરની કાર્યવાહી કરી કરેલ છે.

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી

શ્રી, કે.જી. લીંબાચીયા પોલીસ ઈન્સ્પેકટર, એસ.ઓ.જી. શાખાની સુચના અને માર્ગદર્શન મુજબ એ.એસ.આઇ. રાજેન્દ્ર યાદવરાવ ચિત્તે, અ.હે.કો. શરદભાઇ સુરજીભાઇ વળવી,  અ.હે.કો. કમલેશભાઇ કૃષ્ણાભાઇ વળવી તથા અ.હે.કો. દાઉદભાઇ ઠાકોરભાઇ તથા આ.પો.કો વિપુલભાઇ રમણભાઇએ કામગીરી કરેલ છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other