શ્રી માં સરસ્વતી વિધાલય, ડોલવણ ખાતે રોટરી ક્લબ ઓફ વ્યારા દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઈ

0
IMG-20250815-WA0013
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજ રોજ રોટરી ક્લબ ઓફ વ્યારા અને શ્રી માં સરસ્વતી વિધાલય, ડોલવણ દ્વારા 15મી ઓગસ્ટ  79માં સ્વતંત્રતા દિવસની ઉજવણી શ્રી માં સરસ્વતી વિધાલય, ડોલવણ ખાતે કરવામાં આવી. જેમાં રોટરી પ્રમુખ રો. રીનલ ગાંધીના હસ્તે રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવ્યો. સ્વતંત્રતા દિવસની ઉજવણી ના ભાગ રૂપે શાળાની વિધાર્થિનીઓ અને વિધાર્થીઓ દ્વારા દેશ ભક્તિ ગીત તથા વક્તવ્ય આપવામાં આવ્યું. રોટરી પ્રમુખ રીનલ ગાંધી અને શાળાના ટ્રસ્ટી તથા આચાર્યશ્રી રાજેશ શેઠ એ પ્રાસંગિક વક્તવ્ય આપ્યું. બંને સંસ્થા તરફથી બાળકો ને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું.

સ્વતંત્રતા દિવસની ઉજવણીના કાર્યક્રમ માં રોટરી ક્લબના સભ્યો ઉપપ્રમુખ રો. કમલ ભાવસાર, રો. નિલેશ સોની, શાળાના શિક્ષકગણ, વાલીઓ અને ડોલવણ ગામના પ્રજાજનો હજાર રહ્યા હતા.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *