વિદ્યા ગુર્જરી શાળાના વિદ્યાર્થીઓએ એ.આર.ટી.ઓ. કચેરી વ્યારાની મુલાકાત લીધી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી અરૂણા અનિલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાન સંચાલિત વિદ્યા ગુર્જરી શાળા દ્વારા તા.02/08/2025 ને શનિવારના રોજ એ.આર.ટી.ઓ. કચેરી વ્યારાની મુલાકાત યોજવામા આવી.
મુલાકાત દરમિયાન માન.શ્રી એસ. કે. ગામીત સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી વ્યારા, તાપી અને માન.શ્રી ધવલ ડી. ગામીત આસિ. ઈન્સપેકટર દ્વારા વિદ્યાર્થીઓને સમગ્ર કચેરીનો પરિચય આપવામાં આવ્યો. આર.ટી.ઓ વિભાગ દ્વારા નાગરિકોને આપવામાં આવતી સુવિધાના એકમો વિષયે માહિતી આપવામાં આવી. ત્યારબાદ વિદ્યાર્થીઓને આર.ટી.ઓ કચેરીમાં પ્રવેશ આપવામાં આવ્યો. સૌ પ્રથમ વિદ્યાર્થીઓને આર.ટી.ઓ દ્વ્રારા આપવામાં આવતી ત્રણ મુખ્ય સેવાઓથી માહિતગાર કરવામાં આવ્યા સારથી,વાહન અને ઈચલણ મુખ્ય ત્રણ સુવિધાઓ આપવામાં આવે છે.ત્યાર બાદ ગુજરાત રાજ્યનો નકશો દર્શાવી વિવિધ જિલ્લા પ્રમાણે વાહનોને ફાળવવામાં આવતા નંબરો વિષયે માહિતી આપવામાં આવી. દા.ત તાપી, જિલ્લા માટે GJ 26 નંબર ફાળવવામાં આવે છે. એ પ્રમાણે વિવિધ જિલ્લાઓ માટે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા.
આ જ પ્રમાણે વાહનોમાં ફાળવવામાં આવતી વિવિધ નંબર પ્લેટની માહિતી માન. શ્રી. એસ કે. ગામીત (ARTO) વ્યારા દ્વારા આપવામાં આવી જેમાં ખાનગી વાહનો માટે સફેદ નંબર પ્લેટ, પીળી નંબર પ્લેટ તેમજ ઈલેક્ટ્રીક વાહનો માટે લીલી નંબર પ્લેટ અને હાલમાં જ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ BH સીરીઝ માટે પણ ખૂબ જ સરસ સમજ આપવામાં આવી. ત્યાર બાદ આર.સી બુકની વિગતવાર સમજ વિદ્યાર્થીઓને આપવામાં આવી જેમાં વ્હીકલ રજીસ્ટ્રેશન નંબર, ચેસીસ નંબર એન્જીન નંબર કેવી રીતે દર્શાવવામાં આવેલ હોય છે. એની પણ વિગતે માહીતી આપવામાં આવી.
તે ઉપરાંત આર.ટી.ઓ કચેરી દ્વારા આપવામાં આવતી સેવા અને તેની નિયત સમય મર્યાદા વિશે જણાવવામાં આવ્યુ. ત્યાર બાદ આસિ. ઈન્સપેકટર માન.શ્રી ધવલ બી. ગામીત દ્વારા ROAD SIGNS વિષયે ચાર્ટ દ્વારા વિગતથી સમજ આપવામાં આવી શું કામ “SYMBOL” દ્વારા જ હાઈવે પર માહિતી દર્શાવવામાં આવેલ હોય છે. તેની સમજ આપવામાં આવી રોડ પર દર્શાવેલ દરેક “SYMBOL” યુનિવર્સલ હોય છે. તે વિષયે પણ વિધાર્થીઓને જણાવવામાં આવ્યુ. ત્યાર બાદ લાઇસન્સ મેળવવા માટે કેવી રીતે ટેસ્ટ લેવામાં આવે છે. અને કેટલા દિવસમાં લર્નિગ લાઈસન્સ આપવામાં આવે છે. તેની માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી. વિવિધ ટેસ્ટનું મહત્વ શું હોય છે તે બાળકોને જણાવવામાં આવ્યું ત્યાર બાદ ડ્રાઈવિગ ટેસ્ટીગ ટ્રેક કેબીનની મુલાકાત સૌ વિધાર્થીઓને કરાવવામાં આવી. અંતે પ્રશ્નોત્તરી વિભાગ રાખવામાં આવ્યો. સૌ વિધાર્થીઓને ઉત્સાહથી પ્રશ્નો રજુ કર્યા અને માન. શ્રી એસ. કે. ગામીત (ARTO) વ્યારા દ્વારા દરેક પ્રશ્નોના ઉત્સાહપૂર્વક જવાબ આપી. બાળમાનસમાં ચાલતા પ્રશ્નોના જવાબ રજુ કરવામાં આવ્યો. ત્યાર બાદ રોડ સેફટી અંગે સપથ લેવામાં આવ્યા.
અંતે શાળાના આચાર્યશ્રી જય ડી. વ્યાસ દ્વારા માન.શ્રી એસ કે. ગામીત સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી વ્યારા, તાપી અને માન.શ્રી ધવલ ડી. ગામીત આસિ. ઈન્સપેકટર તથા સમગ્ર ARTO કચેરી વ્યારાનો આભાર વ્યક્ત કરવામાં આવેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

