સેલટોસ કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા દારૂના જથ્થા સાથે 12 લાખના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ- ફર્લો સ્કોર્ડ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગઇ તા.૦૧/૦૮/૨૦૨૫ના રોજ શ્રી,એન.જી. પાંચાણી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી, એસ.પી. સોઢા, એલ.સી.બી. તાપી તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે વ્યારા પો.સ્ટે. વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના એ.એસ.આઇ. બીપીનભાઈ રમેશભાઈ તથા હે.કો. લેબજીભાઇ પરબતજીને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળેલ કે “ વ્યારા તાલુકાના સરૈયા ગામ તરફથી એક સફેદ કલરની કિઆ સેલટોસ કાર નં.GJ-01-KY-8158 નીમાં એક ઇસમ ઇગ્લીશદારૂનો જથ્થો ભરી વ્યારા તરફ આવે છે” જે બાતમી આધારે વ્યારા ઉનાઇ નાકાથી પાનવાડી થઇ સરૈયા ગામ જવાના રોડ તરફ જવા નીકળેલા તે દરમ્યાન વ્યારા પાનવાડી મઢુલી હોટલ પાસ કરતા દરમ્યાન સામેના ટ્રેક ઉપરથી બાતમી હકીકતવાળુ વાહન પાસ થતા કાર ચાલકે તેની કાર પાનવાડી થી કપુરા રોડ તરફ હંકારેલ અને ત્યાંથી આગળ જતા વ્યારા પાનવાડી થી મિશનનાકા તરફ જતી નહેરના રોડે વાળી લીધેલ જે કારનો પીછો કરતા વ્યારા પાનવાડી થી મિશનનાકા તરફ જતા નહેરના રોડ ઉપર ભાટપુર જવાના ત્રણ રસ્તા પાસેથી પકડી પાડી કારમાં જોતા પાછળની સીટના ભાગે તથા ડીકીના ભાગે જોતા પાછળની સીટ ઉપર તેમજ નીચે તથા ડીકીના ભાગે ખાખી કલરના પુઠ્ઠાના બોક્ષમાં તથા છુટી બાટલીઓ અલગ અલગ બ્રાંડનો ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ હોય આરોપી- જગદીશ કેશારામ બિશ્નોઇ ઉ.વ.૨૯ ધંધો.ખેતી હાલ રહે.પીપોદરા શિવ શક્તિ ઇન્ડ્રસ્ટ્રીઝના રૂમમાં સુરત પુરૂ સરનામુ ખબર નથી. મુળ રહે.ગામ-ગંગાપુરા પોસ્ટ-ભેરુડી થાના.તા.સેડવા જી.બાડમેર રાજસ્થાનએ પોતાના કબજાની સફેદ કલરની કિઆ કંપનીની સેલટોસ કાર રજીસ્ટ્રેશન નંબર GJ-01-KY-8158 ની કિ.રૂ.૫,૦૦,૦૦૦/- માં વગર પાસ પરમીટે ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની નાની મોટી બાટલી કુલ નંગ-૨૦૫૯ કુલ કિંમત રૂ! ૭,૦૯,૯૦૦/- નો પ્રોહી. મુદ્દામાલ તથા એક નંગ મોબાઇલ કિ.રૂ.૫૦૦૦/-તથા રોકડા રૂપીયા ૧૯૨૦/- મળી કુલ્લે ૧૨,૧૬,૮૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય એક આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ઉપરોકત આરોપી વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
પો.ઇન્સ.શ્રી, એન.જી. પાંચાણી ઇન્ચાર્જ એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી, એસ.પી. સોઢા, એલ.સી.બી., તાપી તથા એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ, એ.એસ.આઇ. ધર્મેશભાઇ મગનભાઇ, અ.હે.કો. બીપીનભાઈ રમેશભાઈ, હે.કો. ભુપેન્દ્રસિંહ મહોબતસિંહ, હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ, હે.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ, પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ, હે.કો. લેબજીભાઇ પરબતજી, પો.કો. રોનક સ્ટીવંસન, પો.કો. અરૂણભાઇ જાલમસિંગ, પો.કો. બ્રીજરાજસિંહ રસીકસિંહ, પો.કો. વિનોદભાઇ ગોકળભાઇ, ડ્રા.પો.કોન્સ. સુનિલભાઇ ખુશાલભાઇએ કામગીરી કરેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

