ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં ધાડના ગુનાઓમાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ, પેરોલ ફર્લો સ્કોર્ડ, સાયબર ક્રાઇમ પો.સ્ટે. તથા એસ.ઓ.જી. તાપી

0
IMG-20250802-WA0006
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગઇ તા.૦૧/૦૮/૨૦૨૫ ના રોજ શ્રી ડી.એસ. ગોહિલ પોલીસ ઇન્સ્પેકટર તથા શ્રી,એન.જી. પાંચાણી, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી એસ.પી. સોઢા એલ.સી.બી. તાપી તથા પો.સ.ઈ.શ્રી. એન.પી. ગરાસિયા, એસ.ઓ.જી. તાપી, એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કોડ/ એસ.ઓ.જી. તાપીના પોલીસ માણસો સાથે ઉચ્છલ પોલીસ સ્ટેશનમા નોંધાયેલ ધાડના ગુનાના કામે સંડોવાયેલ આરોપી દર્શન રહે.સુરત જેના પુરા નામ સરનામાની ખબર નથી તથા મનીષ ઉર્ફે સીનુ રહે.ઝારખંડની તપાસમાં હતા તે દરમ્યાન પો.ઇન્સ.શ્રી, જે.બી. આહિર, સાયબર ક્રાઇમ પો.સ્ટે. તથા પો.સ.ઈ.શ્રી, એસ.પી. સોઢા એલ.સી.બી. તાપીને મેળલ ટેકનિકલ માહિતી/ ખાનગી રાહે મળેલ સયુકત બાતમી આધારે ગુનાના કામે સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ આરોપીઓને સુરત શહેર કતારગામ કેશવપાર્ક સોસાયટી નજીકથી (૧) આરોપી- દર્શન રાજુભાઇ લોડલીયા ઉ.વ.૨૮, રહે.ઘર નં.૨૬ કેશવપાર્ક સોસાયટી, વેડરોડ કતારગામ સુરત શહેર તથા બીજા આરોપીને રાંચી ઝારખંડ ખાતે તપાસમા જઇ આરોપીને ઝારખંડ રાજયના ઠાકુર ઘોડા ખાતેથી (૨) આરોપી-મનીષ ઉર્ફે સીનુ સુનીલ નાયક ઉ.વ.૨૭ રહે.ઠાકુર ઘોડા થાના, ખલારી જી.રાચી ઝાંરખડ નાઓને પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી માટે ઉચ્છલ પો.સ્ટે. ને સોંપેલ છે.

પકડાયેલ આરોપીઓ

(૧) દર્શન રાજુભાઇ લોડલીયા ઉ.વ.૨૮ રહે.ઘર નં.૨૬ કેશવપાર્ક સોસાયટી,વેડરોડ કતારગામ સુરત શહેર

(૨) મનીષ ઉર્ફે સીનુ સુનીલ નાયક ઉ.વ.૨૭ રહે.ઠાકુર ઘોડા થાના, ખલારી જી.રાચી ઝાંરખડ

ગુનાહિત ઇતિહાસ

(૨) મનીષ ઉર્ફે સીનુ સુનીલ નાયક ઉ.વ.૨૭ રહે.ઠાકુર ઘોડા થાના, ખલારી જી.રાચી ઝારખડ

(૧) સુરત શહેર ડી.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૧૦૦૧૫૨૨૦૦૪૧/૨૦૨૨ આર્મ્સ એકટ કલમ- ૨૫(૧)બી તથા જી.પી.એકટ કલમ- ૧૩૫(૧) મુજબ

(૨) સુરત શહેર સરથાણા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૧૦૦૮૨૨૦૩૦૭/૨૦૨૨ આર્મ્સ એકટ કલમ- ૨૫(૧)એ તથા ઇ.પી.કો. કલમ-૩૯૨, ૩૯૭ મુજબ

(૩) સુરત શહેર સરથાણા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૧૦૦૮૨૨૦૩૭૨/૨૦૨૨ ઇ.પી.કો. કલમ-૩૮૭, ૫૦૭મુજબ

કામગીરી કરનાર ટીમ :-

પો.ઇન્સ.શ્રી, ડી.એસ. ગોહિલ તથા એન.જી. પાંચાણી ઇન્ચાર્જ એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ.શ્રી, જે.બી. આહિર, સાયબર ક્રાઇમ પો.સ્ટે. તથા પો.સ.ઇ.શ્રી, એસ.પી. સોઢા એલ.સી.બી. તાપી, પો.સ.ઈ.શ્રી. એન.પી. ગરાસિયા, એસ.ઓ.જી. તાપી તથા અ.હે.કો. ભુપેન્દ્રસીંહ મોહબતસિંહ, અ.પો.કો. બ્રીજરાજસિંહ રસીકસિંહ, એ.એસ.આઇ. જગદીશ જોરારામ, એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ, તથા હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ, તથા હે.કો. વિનોદ પ્રતાપભાઇ, તથા પો.કો. અરૂણ જાલમસિંહ તથા પો.કો. વિનોદભાઇ ગોકળભાઇ તથા પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ તથા એસ.ઓ.જી. તાપીના અ.પો.કો. વિપુલભાઇ રમણભાઇએ કામગીરી કરેલ છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other