જવાહર નવોદય વિદ્યાલય બોરખડી ખાતે ધોરણ-૬ ના પ્રવેશ માટે જાતિ પ્રમાણપત્ર અપલોડ કર્યા વિના પણ અરજી કરી શકાશે
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૩. પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય બોરખડી દ્વારા ધોરણ 6 માં પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થીઓ અને તેમની વાલીઓને મહત્વની જાણકારી આપવામાં આવે છે કે વર્ષ 2026-27 માટેની પ્રવેશ પરીક્ષાની અરજી પ્રક્રિયા દરમિયાન વહીવટી કારણોસર જાતિનું પ્રમાણપત્ર અપલોડ કરવું ફરજીયાત નથી. હવે વાલીઓ જાતિ પ્રમાણપત્ર અપલોડ કર્યા વિના પણ અરજી કરી શકે છે.
આમ ધોરણ 6 માં પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થીઓ અને તેમની વાલીઓ www.navodaya.gov.in અથવા https://cbseitms.rcil.gov.in/nvs પરથી પ્રવેશ માટે ઓનલાઈન અરજી વિનામૂલ્યે કરી શકે છે. એમ પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય, બોરખડીની અખબારી યાદીમાં જણાવાયું છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

