તાપી જિલ્લાના ખેડૂતોને ૧૦ જુલાઈ સુધી ફાર્મર રજીસ્ટ્રી (ખેડૂત નોંધણી) કરાવવા અનુરોધ

0
khedut
Contact News Publisher

તાપી જિલ્લાના ખેડૂતો જોગ સંદેશ

 

પી.એમ. કિસાન યોજના સહિત તમામ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવા ફાર્મર રજીસ્ટ્રી અવશ્ય કરાવવાની રહેશે

‌‌-

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૦૨ જુન.  ભારત સરકાર દ્વારા ડીજીટલ પબ્લીક ઈન્ફાસ્ટ્રકચરના ભાગરૂપે એગ્રીસ્ટેક પ્રોજેકટ અમલમાં મુકવામાં આવેલ છે. જે અંતર્ગત તમામ ખેડૂત ખાતેદારોને ફાર્મર રજીસ્ટ્રી (ખેડૂત નોંધણી) કરાવવી ફરજીયાત કરવામાં આવેલ છે. “ફાર્મર રજીસ્ટ્રીનો મુખ્ય ઉપયોગ કૃષિ તથા સંલગ્ન વિભાગો દ્વારા ચાલતી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જિલ્લાના તમામ ખેડૂતોને સરળ, પારદર્શક અને સમયસર પૂરો પાડી શકાય તે માટેનો છે. આ સિવાય ફાર્મર રજીસ્ટ્રીથી ખેડૂતોની ઓળખ પ્રસ્થાપિત કરી શકાશે. હાલમાં “પી.એમ.કિસાન યોજના” અંતર્ગત લાભ મેળવવા તમામ ખેડૂતો માટે ફાર્મર રજીસ્ટ્રી ફરજીયાત કરવામાં આવી છે.

સરકારશ્રી તરફથી મળેલ સૂચનાઓ મુજબ પી.એમ કિસાન યોજના હેઠળ નોંધાયેલ ખેડુતો પૈકી ખેડૂત નોંધણી કરાવેલ હશે તેવા જ ખેડૂતોને આગામી હપ્તાનો લાભ મળવાપાત્ર થશે. આથી તમામ બાકી ખેડૂતોને જે તે ગામના વી.સી.ઈ./સી.એસ.સી. સેન્ટર/ગ્રામસેવક/તલાટી કમ મંત્રીનો સંપર્ક કરી તારીખ: ૧૦/૦૭/૨૦૨૫ સુધીમાં ખેડૂત નોંધણી કરાવી લેવા ખાસ અનુરોધ કરવામાં આવે છે.

પી.એમ.કિસાન યોજના ઉપરાંત સરકારશ્રીની વિવિધ યોજનાઓ હેઠળ લાભ મેળવવા માટે ખેડૂત રજીસ્ટ્રેશન કરાવવુ જરૂરી હોય તમામ ખેડુત મિત્રોને તાત્કાલિક ખેડુત રજીસ્ટ્રેશન કરાવી લેવા અનુરોધ છે. બહારગામ રહેતા ખેડૂતો gjfr.agristack.gov.in/farmer-registry-gj/#/ વેબસાઈટ પર જઈ સેલ્ફ રજીસ્ટ્રેશન કરી શકે છે. અથવા કોઈ પણ નજીકના સી.એસ.સી (કોમ્પ્યુટર સહાયતા કેન્દ્ર) પર જઈ ફાર્મર રજીસ્ટ્રી કરાવી શકે છે. આ માટે તમામ ખેડૂતોએ (૧) આધાર કાર્ડ (૨) જમીનના ઉતારાની નકલ-૮અ/૭-૧૨ તેમજ (૩) આધાર કાર્ડ લીંક હોય તે મોબાઇલ સાથે રાખવો ખાસ જરૂરી છે. દસ્તાવેજોની નકલ કોઈ પણ ઓપરેટરને આપવાની રહેતી નથી. ફકત ફાર્મર રજીસ્ટ્રી માટે જરૂરી વિગતો ઓપરેટરને જણાવવાની રહે છે.એમ જિલ્લા ખેતીવાડી અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.

000

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other