સૂર્યપુત્રી તાપી નદી માતાના પ્રાગટ્ય દિવસની ઉજવણી

0
Screenshot_20250702_163728_WhatsApp
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સૂર્યપુત્રી તાપી માતાના જન્મ દિવસની ઉજવણી તા. 02/07/25 બુધવારે કામઘેનુ યુનિવર્સિટી ઉકાઈ અને ગંગા સમગ્ર તાપી પ્રાંતનાં સંયુક્ત ઉપક્રમે TRC ગાર્ડનના પાછળ ઉકાઈ ડેમના નીચેના ભાગમાં કરવામાં આવી.

સૂર્યપુત્રી તાપી માતાના જન્મદિવસની ઉજવણીમાં શ્રી આર.આર. બોરડ(GAS) અધિક નિવાસી કલેકટરશ્રી તાપી એમનાં ધર્મપત્ની સાથે હાજર રહ્યાં હતાં. શ્રી સુરજભાઈ વસાવા તાપી ભાજપા પ્રમુખ, શ્રી ડો.સ્મિત લેન્ડે કામઘેનુ યુનિવર્સિટી ઉકાઈ હેડ, શ્રી અમિતભાઈ અગ્રવાલ સોનગઢ નગર ભાજપા પ્રમુખ, શ્રી કિશોરભાઈ ચૌધરી કોર્પોરેટર સોનગઢ નગર પાલિકા, શ્રી વિક્રમભાઈ ગામીત સોનગઢ તાલુકા ભાજપા પ્રમુખ, શ્રી અનિલભાઈ ચૌધરી સામાજિક કાર્યકર, શ્રી શ્યામભાઈ ગામીત ધર્મ જાગરણ મંચ તાપી, શ્રી સંજયભાઈ શાહ કારોબારી સદસ્ય ગંગા સમગ્ર ગુજરાત પ્રાંત, શ્રી સુદામભાઈ સાટોટે ગંગા સમગ્ર તાપી પ્રાંત અધ્યક્ષશ્રી સાગરભાઈ વ્યાસ જળ સંચય આયામ ઉપાધ્યક્ષ અને મહિલા મંડળ ઉકાઈની બહેનો હાજર રહ્યાં હતાં. તાપી નદી માતાના જન્મદિવસે પૂજાઅર્ચના કરી મહાઆરતી કરી તાપી માતાને ચૂંદડી અર્પણ કરવામાં આવી હતી. સાથે જ પાંચ હજાર જેટલી જુદી જુદી જાતની માછલીઓનું મત્સ્યબીજ નું તાપી માતાના પવિત્ર જળમાં સંચયન કરી પ્રવાહિત કરાયું હતું.

સૂર્યપુત્રી તાપી માતાના જન્મ દિવસની ઉજવણી પ્રસંગે ઉકાઈ તથા આજુબાજુના ગ્રામ્યજનો પણ હાજર રહ્યાં હતાં. પ્રકૃતિની સાથે મેઘરાજાએ પણ જન્મ દિવસ ની ઉજવણીના પ્રસંગે આશીર્વાદ આપવા અચૂક હાજરી આપી સૌને મન મૂકીને ભીંજવ્યા હતાં. જેથી સૌનો આનંદ પણ ચાર ગણો વધી ગયો હતો.

 

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other