બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ચાલુ વર્ષની થીમ ‘પ્લાસ્ટિક પ્રદુષણનો અંત’ (Ending Plastic Pollution) અંતર્ગત બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ ખાતે પર્યાવરણ દિવસ 2025 ની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે પરિસરમાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર્સ દ્રારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે સૌને પ્લાસ્ટિકનો ત્યાગ કરવા અનુરોધ કર્યો હતો.
પ્લાસ્ટિક પ્રદૂષણ આજે વિશ્વની સૌથી મોટી પર્યાવરણીય સમસ્યાઓમાંની એક બની ગયું છે, તેનો વધતો ઉપયોગ આપણા પર્યાવરણને જોખમમાં મૂકી રહ્યો છે. જેને કારણે સમસ્ત સજીવસૃષ્ટિને પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ત્યારે તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની નેમ સાથે વૃક્ષારોપણ કરી સદર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ યજ્ઞકાર્યમાં શિક્ષક ભાઈ-બહેનો સહિત બાળકો, શાળા વ્યવસ્થાપન સમિતિનાં સભ્યો તથા વાલીજનો સહર્ષ જોડાયા હતાં. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
