મે મહિનાના આરંભની સાથે ગુલમહોરનું એક વૃક્ષ આસપાસનાં વાતાવરણને અદભૂત તાજગીથી ભરી દેતું કેમેરામા કંડારાયું
Contact News Publisher


એપ્રિલ મહિનો તેનાં છેડે પહોંચે અને મે મહિનાનો આરંભ થાય એટલે લીલાછમ પાંદડાં ધરાવતાં ગુલમહોરનાં વૃક્ષ પર આંખે વળગે તેવાં લાલ, સિંદુરીયો, ભગવો કે પછી તદ્દન પીળા તેજસ્વી રંગ ધરાવતાં ફૂલો પાંગરીને તેની આસપાસનાં વાતાવરણને અદભૂત તાજગીથી ભરી દે છે. આપણા જીવનમાં અંતરંગ સ્થાન મેળવનાર ગુલમહોરનું આવું એક વૃક્ષ ઓલપાડ ટાઉનનાં એસ.ટી. ડેપોનાં કેમ્પસમાં કેમેરા સામે જાણે રૂઆબભેર મલકી રહ્યું હોય એવું પ્રતિત થાય છે.
(તસવીર: વિજય પટેલ, ઓલપાડ)
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
