જિલ્લા સેવા સદનમાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ
રજુ થયેલા સંબંધિત વિભાગના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી
*
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૯. તાપી જિલ્લા સંકલન સમિતિની આજરોજ શનિવારે કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગલીયા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ તથા સંકલન સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન કલેક્ટરશ્રીએ પદાધિકારીઓ દ્વરા સમિતિ સમક્ષ રજૂ થયેલા સંબંધિત વિભાગોના પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરી અને ઉકેલ માટે જરૂરી દિશાનિર્દેશ આપ્યા હતા.
રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ હાજર ન રહી શકે તેમ હોવાથી તેમણે મોકલેલા પ્રશ્નો બેઠકમાં રજુ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પેન્શનની વિગતો, એજી ઓડીટ પાર જેવી અન્ય ચર્ચા કરવામાં આવી હતી. અધ્યક્ષસ્થાને કલેકટરશ્રીએ તમામ અધિકારીઓને પત્રવ્યવહાર માટે પેપરલેસ એડમિનિસ્ટ્રેશન માટે ઈ-સરકાર દ્વારા કામ કરવાની સુચના આપી હતી. તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાલમાં કુલ ૩૩ કચેરીઓ દ્વારા સંપૂર્ણ પેપરલેસ પત્રવ્યવહાર થઈ રહ્યો છે.
આજરોજ આ બેઠકમાં પ્રાયોજના અધિકારીશ્રી, ડી.આર.ડી.એ નિયામક, પુરવઠા અધિકારી, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ સહિત વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ – કર્મચારીઓ અને સંકલન સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
