વ્યારામા થયેલ ચોરીના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગઇ તા.૧૮/૦૪/૨૦૨૫ ના રોજ શ્રી ડી.અસ. ગોહિલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી એન.એસ. વસાવા, પેરોલ ફર્લો સ્કોડ, જી.તાપી, એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કોડ,ના અધિકારી/ કર્મચારીઓએ પોતાના બાતમીદારો રોકી તપાસ તજવીજ ચાલુ હતી દરમ્યાન સાથેના હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ તથા પો.કો.રોનકભાઇ સ્ટીવન્સભાઇને મળેલ સંયુકત બાતમી આધારે બીલ્લીમોરા ગણદેવી આતલીયા જી.આઇ.ડી.સી. ખાતે પોતાના ભંગારના ગોડાઉન ઉપરથી વ્યારા પોલીસ સ્ટેશનમા નોંધાયેલ ચોરીના ગુનાના કામે સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ- આરોપી- ગણેશ પ્રસાદ સોમનાથ દુબે ઉ.વ.૬૦ રહે.ઘર નં.૧ શિવાજંલી સોસાયટી આતલીયા જી.આઇ.ડી.સી.તા.ગણદેવી જી.નવસારી નાને પકડી પાડી તા.૧૮/૦૪/૨૦૨૫ ના રોજ અટક કરી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ, એલ.સી.બી. જી.તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી એન.એસ. વસાવા, પેરોલ-ફર્લો તાપી તથા એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ તથા હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ, તથા હે.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ, તથા પો.કો. રોનક સ્ટીવનસનએ કામગીરી કરેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
