ઉધના અને સુરત રેલ્વે સ્ટેશન વચ્ચે ટ્રેન નીચે કપાઇ મૃત્યું પામનાર અજાણ્યા પુરૂષ કે તેના વાલી વારસોની ભાળ મળે તો સુરત રેલવે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સુરત રેલ્વે પોલીસ સ્ટેશન અકસ્માત મોત નં.૪૫/૨૦૨૫ BNSS કલમ ૧૯૪ મુજબના બનાવમાં મરણ એક અજાણ્યો પુરૂષ ઉ.વ.૨૫ ના આશરાનો રહે.જણાયેલ નથી વાળો તા.૧૦/૦૩/૨૦૨૫ ના રોજ કલાક:૧૩/૪૪ વાગ્યા પહેલા ઉધના અને સુરત રેલ્વે સ્ટેશન વચ્ચે રેલ્વે KM.264/ST-4 અને KM.264/ST-5 ની વચ્ચે લુપ રેલ્વે લાઇન ઉપર ટ્રેન નં ૧૩૪૨૬ માલદા ટાઉન એકસપ્રેસના સેન્ટીંગ થતી ખાલી રેકના ઉભેલી રૈકના નીચેથી પસાર થતાં ટ્રેન ચાલુ થઇ જતાં છાતીના નીચેના ભાગેથી કપાઇ જઇ અકસ્માત રીતે મરણ ગયેલ હોય. જે મરણ જનારની લાશનુ વર્ણન નીચે મુજબ છે. અજાણ્યા પુરૂષ કે તેના વાલી વારસોની ભાળ મળે તો સુરત રેલવે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.
મરનારની લાશનું વર્ણન:-
એક અજાણ્યો પુરૂષ ઉ.વ.૨૫ ના આશરાનો ઉચાઇ ૫×પ રંગે- ઘઉં વર્ણનો નો બાંધો:- મધ્યમ
લાશ પરના કપડાનું વર્ણન:-
બદનમા પીળાલરની આખી બાયની ટીશર્ટ તથા કમરના ભાગે કાળા કલરનુ પેન્ટ તથા ભુરો જાગીયો પહેરેલ છે
નિશાની=જમણા હાથે કલાઇમાં ત્રિશુલ તથા શિવ લખેલ છે.અને ડાબા હાથે દિલના છુદણામાં D ત્રોફાવેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.