વાંસદામાં નોંધાયેલ ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી ડી.એસ. ગોહિલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી એન.એસ. વસાવા, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડના પોલીસ માણસોએ પોતાના અંગત બાતમીદારો રોકી નાસતા-ફરતા/વોન્ટેડ આરોપી બાબતે માહીતી મેળવવા તજવીજ હાથ ધરેલ હતી તે દરમ્યાન સાથેના એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ તથા હે.કો. વિનોદભાઇ પ્રતાપભાઇને સંયુકત રીતે ખાનગી રાહે બાતમી અધારે વ્યારા જુના બસ સ્ટેન્ડ પાસેથી નવસારી જિલ્લાના વાસંદા પોલીસ સ્ટેશનમા નોંધાયેલ પ્રોહીબિશનના ગુનાના કામે સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ આરોપી- રણજીત કાળીયાભાઇ ગામીત ઉ.વ.૪૦ રહે.બોરકુવા ગામ નવાપાડા ફળીયુ તા.સોનગઢ જી.તાપીને તા. ૧૪/૦૪/૨૦૨૫ ના રોજ અટક કરી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પો.સ્ટે.ને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ, એલ.સી.બી. જી.તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી એન.એસ. વસાવા, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી તથા એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસીંહ, અ.હે.કોન્સ. વિનોદભાઇ પ્રતાપભાઇ, અ.હે.કોન્સ. ધર્મેશભાઇ મગનભાઇ, અ.પો.કોન્સ. રોનકભાઇ સ્ટીવન્સનભાઇએ કામગીરી કરેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
