ઓલપાડ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3 થી 5 ની વાર્ષિક પરીક્ષાનો પ્રારંભ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત હસ્તકની ઓલપાડ તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3 થી 5 ની વાર્ષિક પરીક્ષાનો આજરોજ શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયેલ છે.
તાલુકાની 105 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ નિયત સમયપત્રક મુજબ પરીક્ષાનો પ્રારંભ થયેલ છે ત્યારે સૌ પરીક્ષાર્થી વિદ્યાર્થીઓને ઈન્ચાર્જ પ્રાથમિક શિક્ષણાધિકારી નગીનભાઈ પટેલ, બીટ નિરીક્ષક વિજયભાઈ જરગલિયા તથા ભરતભાઈ ટેલર, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ તથા મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર સહિત બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે શુભેચ્છાઓ પાઠવી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
