સેવા નિવૃત્ત મુખ્ય શિક્ષિકાએ જન્મદિવસની ઉજવણીમાં શાળા પરિવારને સહભાગી બનાવ્યા
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અંકલેશ્વર સંચાલિત મુખ્ય શાળા નંબર-1 અંકલેશ્વરનાં નિવૃત્ત મુખ્ય શિક્ષિકા મિનાક્ષીબેન મોદીએ પોતાનાં જન્મદિવસની ઉજવણી શાળા પરિવાર સાથે મનાવી હતી. તેમણે શાળાનાં વિદ્યાર્થીઓ તથા સ્ટાફગણને પ્રિતિ ભોજન કરાવીને સાથે બોલપેનની ભેટ આપીને પોતાનાં જન્મદિવસની ઉજવણીમાં સહભાગી બનાવ્યા હતાં. આ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અંકલેશ્વરનાં શાસનાધિકારી ડો. દિવ્યેશ પરમાર, બેસ્ટ શિક્ષક રાજ્ય રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા તથા નગર પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ ગજેન્દ્ર પટેલ, નિવૃત્ત મુખ્ય શિક્ષકો તથા શુભેચ્છકો હાજર રહ્યા હતાં.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
