તાપી જિલ્લા રમતવીરો જોગ સંદેશ : નડિયાદ ખાતે ૧૧ ફેબ્રુઆરીના રોજ સ્ટેટ ખેલો ઇન્ડિયા સેન્ટર ટેબલ ટેનિસ એકેડેમી માટે સિલેક્શન ટ્રાયલ યોજાશે

0
table tennis
Contact News Publisher

તાપી જિલ્લના પાત્રતા ધરાવતા રમતવીરોને ખેલો ઇન્ડિયા સેન્ટર ટેબલ ટેનિસ એકેડેમી માટે સિલેક્શન ટ્રાયલમાં ભાગ લેવા અનુરોધ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. ૦૭ :- ભારત સરકારના SAI સેન્ટર દ્વારા એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે, જેમાં સ્ટેટ ખેલો ઇન્ડિયા સેન્ટર ઓફ એક્સિલેન્સ શરૂ થવા જઈ રહ્યું છે. આ પહેલ હેઠળ સ્ટેટ ખેલો ઇન્ડિયા સેન્ટર ટેબલ ટેનિસ એકેડેમી માટે સિલેક્શન ટ્રાયલ 11-02-2025 મંગળવારના રોજ હાઇ પર્ફોર્મન્સ સેન્ટર, નડિયાદ ખાતે યોજાશે.

 

સિલેક્શન ટ્રાયલ માટે અંડર-15ના ભાઈઓ/બહેનો તથા DLSS માં હાલમાં રહેતા ખેલાડીઓ ટ્રાયલ આપી શકશે, સિલેકશન ટ્રાયલમાં સાથે જન્મનો ઓરિજીનલ દાખલો,આધાર કાર્ડ,પાસપોર્ટ સાઇઝ ફોટો,સ્ટેટ મેડલના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ,નેશનલ સ્પર્ધામાં લીધેલ ભાગનું પ્રમાણપત્રની નકલ,રમત અનુરૂપ સાધનો/કીટ લાવવાની રહેશે.એમ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી-તાપીની અખાબારી યાદીમાં જણાવાયું છે.

000

 

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other