નિઝર તાલુકામાં શૌચાલય યોજનાના કામોમાં ભ્રષ્ટ્રાચારની રાવ !! : તપાસના નામે તાલુકા વિકાસ અધિકારીને તાવ કેમ આવે છે ?
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : નિઝર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મોટાપાયે ભ્રષ્ટ્રાચાર થયો હોવાની વિગતો સાથે કસૂરવારો સામે કાર્યવાહી કરવાની માંગ સાથે એકવાર ફરી નિઝર તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે.
અહીં વ્યક્તિગત શૌચાલય નિર્માણ સહિતના કામોમાં મોટાપાયે ગેરરીતિઓ આચારવામાં આવી છે. તેમ છતાં કસૂરવારો વિરુદ્ધ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. જેને લઈ તંત્રની પ્રમાણિકતા દાવ પર લાગી છે. નિઝર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વિકાસના નામ પર આચારવામાં આવેલ ભ્રષ્ટ્રાચારના પુરાવા સાથે આરટીઆઈ એકીટવીસ્ટ દ્વારા એકવાર ફરી નિઝર તાલુકા પંચાયતના અધિકારીને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે.
સમગ્ર બાબતે નિઝર તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં જાણ કરવામાં આવી છે. તેમ છતાં કસૂરવારો સામે આજદિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. જેની લઈ નિઝર તાલુકા પંચાયતની કામગીરી પણ શંકાના દાયરામાં આવી ગઈ છે. નિઝર તાલુકામાં વ્યક્તિગત શૌચાલય યોજનામાં વર્ષ:૨૦૧૯માં મૃત વ્યક્તિને પણ શૌચાલય આપવામાં આવેલ છે. બીજી નવાઈની વાત એવી છે કે આજ દિન સુધી મૃત થયેલ વ્યક્તિના ઘરે શૌચાલય બનાવવામાં આવેલ નથી ! મૃત થયેલ વ્યક્તિના પરિવારને રૂબરૂ સ્થળ પર મુલાકાત કરતા આ માહિતી બહાર આવી છે કે, વર્ષ:૨૦૦૫માં લાભાર્થી મૃત્યુ પામે છે તો ૨૦૧૯થી ૨૦૨૪માં તાલુકા પંચાયત કચેરી દ્વારા કઈ રીતે શૌચાલયનો લાભ આપી શકે ? અને શૌચાલય મૃત વ્યક્તિના નામે મંજૂર કરાયો હોય તો કોના ખાતામાં રૂપિયા ૧૨૦૦૦/-હજાર નાખવામાં આવ્યા ? તે પણ તપાસનો વિષય છે. વર્ષ:૨૦૧૯ થી ૨૦૨૪માં નિઝર તાલુકામા સર્વે કરવામાં આવે તો વ્યક્તિગત શૌચાલય યોજનામાં લાખો રૂપિયાનું કૌભાંડ બહાર આવવાની શક્યતા નકારી શકાતી નથી !
મૃત થયેલ વ્યક્તિના શૌચાલય ચાઉં થઈ જતા હોય તો અન્ય વ્યક્તિ સાથે શુ થતું હશે ? તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજુઆત છતાં કાર્યવાહી કરવામાં તંત્ર વામણું પુરવાર થઈ રહ્યું છે સાથે જ તંત્રની પ્રામાણિકતા સામે સવાલ ઉઠવા એ વ્અયાજબી લેખાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે તાપી જિલ્લાના છેવાડાના નિઝર તાલુકા ખાતે સરકારી યોજનાઓમાં મોટા ભાગે ભ્રષ્ટ્રાચાર આચરાતો હોવાની વ્યાપક પ્રમાણમાં બૂમ ઊઠી રહી છે. જેમાં કેટલીક યોજનાઓમાં લાભાર્થીઓને તેમના લાભ મળતા નથી. જે અંગે તાપી જિલ્લાના કલેકટરશ્રી દ્વારા સ્થાનિક આદિવાસી પ્રજાના હિતમાં પ્રજાલક્ષી કાર્યવાહી કરી આવાં ભ્રષ્ટ્રાચારીઓ સામે કડક હાથે કાર્યવાહી કરી શિક્ષાત્મક પગલાં લેવાય એવી પ્રબળ લોક માંગ ઊઠી રહી છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.